મારો આશય વિધર્મીઓ દ્વારા આપણી સંસ્કૃતિ અને દેશ પર થયેલા ઝુલ્મોનું નિરૂપણ કરવાનો હતો : પરષોત્તમ રૂપાલા

Spread the love

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા પોતાના નિવેદનને લઈને ચર્ચામાં આવ્યા છે. વાલ્મિકી સમાજનાં કાર્યક્રમમાં જાહેરમાં ક્ષત્રિય સમાજ અને રાજવી પરિવારની લાગણી દુભાય તે પ્રકારનું નિવેદન કરતાં ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો. જેથી પૂર્વ શિક્ષણમંત્રી અને ક્ષત્રિય સમાજનાં આગેવાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપરાંત હાલના રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ સહિતનાં રાજવીઓ ઉપરાંત કોંગ્રેસના મહેશ રાજપૂતે નારાજગી વ્યકત કરી હતી. જે બાદ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી માંગતો વીડિયો જાહેર કર્યો અને કહ્યું કે, મારો આશય વિધર્મીઓ ઝૂલ્મોનું નિરૂપણ કરવાનો. ક્ષત્રિય સમાજ કે રાજવી પરિવારની લાગણી દુભાય તેવો કોઈ જ ઈરાદો ન હતો.

રાજકોટ લોકસભા બેઠકના ભાજપનાં ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ વાલ્મિકી સમાજનાં એક જાહેર કાર્યક્રમમાં કહ્યું હતું કે, ભારત દેશમાં જ્યારે અંગ્રેજો હતા, ત્યારે તેમણે દમન ગુજારેલું હતું અને મહારાજાઓએ રોટી-બેટીના વ્યવહારો કર્યા હતા, પરંતુ મારા રૂખી સમાજે ન તો ધર્મ બદલ્યો કે ન તો વ્યવહાર કર્યા. 1,000 વર્ષ પછી રામ પણ તેના કારણે આવ્યા છે. તેઓ તલવારો આગળ પણ ન્હોતા ઝૂક્યા. ન તો એ ભયથી તૂટ્યા કે ન તો ભૂખથી તૂટ્યા. અડીખમ રહ્યા એ સનાતન ધર્મના આ વારસદારો છે જેનું મને ગૌરવ છે.

જોકે રૂપાલાના આ નિવેદન બાદ કોંગ્રેસના નેતા અને રાજપૂત સમાજના આગેવાન મહેશ રાજપૂતે જણાવ્યું હતું કે, રૂપાલાએ રાજપૂત સમાજનું અપમાન કર્યું છે તે અતિ નિંદનીય છે. તેમણે કહ્યું કે, રૂપાલા મત મેળવવાની લાલશમાં શું બોલવું તેનું પણ ભાન ભૂલી ગયા છે. તેમણે કહ્યું કે, ક્ષત્રિય સમાજના શિવાજી, મહારાણા પ્રતાપ, પૃથ્વીરાજ ચૌહાણ જેવા પ્રતાપી લોકોના બલિદાનને રૂપાલા ભૂલી ગયા છે. ક્ષત્રિયો ન હોત તો દેશને આઝાદી ન મળી હોત. રાજપૂતોએ પોતાની મિલકત દેશને અર્પણ કરી તેથી આ મિલકત પર આપનો કબજો છે. જેથી રૂપાલાને ક્ષત્રિય સમાજની તાત્કાલિક માફી માંગવાની માગ કરી.

જે બાદ પરષોત્તમ રૂપાલાનો ક્ષત્રિય સમાજની માફી માંગતો

વીડિયો જાહેર કર્યો હતો તેમાં કહ્યું કે, રાજકોટમા વાલ્મિકી

સમાજનાં કાર્યક્રમમાં મેં એક ભાષણ કર્યું હતુ. જેનો વીડિયો

વાયરલ થયો છે. જે વીડિયો અંગે ક્ષત્રિય સમાજે રોષ વ્યક્ત

કર્યો છે. જેમાં ક્ષત્રિય સમાજના આગેવાનો એવા ભૂપેન્દ્રસિંહ

ચુડાસમા, રાજ્યસભાના સાંસદ કેસરીદેવસીંહજી – વાંકાનેર

સ્ટેટ, રાજકોટના રાજવી માંધાતાસિંહ જાડેજા સહિતનાં

આગેવાનોના મને પ્રતિભાવો મળ્યા છે. ક્ષત્રિય સમાજ

અને રાજવી પરિવાર અંગેના મારા નિવેદન અંગે તેઓએ

પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, મારો

આશય વિધર્મીઓ દ્વારા આપણી સંસ્કૃતિ અને દેશ પર

થયેલા ઝુલ્મોનું નિરૂપણ કરવાનો હતો. છતાં મારા નિવેદનથી

ક્ષત્રિય સમાજ કે રાજવી પરિવારને કોઇ નારાજગી હોય તો

દિલગીરી વ્યક્ત કરું છું અને દિલથી માફી માંગુ છું. જેથી

આ વિષયને અહીં જ પૂર્ણ કરવામાં આવે તેવી વિનંતી કરું છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com