ઓવૈસીની પાર્ટી ભરૂચ અને ગાંધીનગર લોકસભા સીટ પર પોતાના ઉમેદવાર ઉતારશે

Spread the love

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ત્રીજા તબક્કામાં 7 મેએ 26 સીટો પર મતદાન યોજાવાનું છે. ભારતીય જનતા પાર્ટીએ તમામ 26 સીટો પર ઉમેદવાર જાહેર કર્યાં છે. જ્યારે આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયું છે. કોંગ્રેસ પાર્ટી 24 તો આમ આદમી પાર્ટી 2 સીટો પર ચૂંટણી લડવાની છે. આ વચ્ચે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM એ પણ ગુજરાતમાં ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. ઓવેસીની પાર્ટી હંમેશાં ભાજપને ફાયદો કરાવતી આવી છે. આગામી સમયમાં કોના કેટલા વોટ તોડે છે એ તો આગામી સમય જ બતાવશે. ઔવેસીની પાર્ટીએ આ બંને સીટો પર લાઈમલાઈટમાં રહેવા માટે દાવ અજમાવ્યો હોવાની પણ ચર્ચા છે. ભરૂચમાં સૌથી વધારે લઘુમતિ વોટબેંક છે અહીં AIMIM ભાજપને ફાયદો કરાવી શકે છે. અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM એ ગુજરાતમાં બે સીટો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. ઓવૈસીની પાર્ટી ભરૂચ અને ગાંધીનગર લોકસભા સીટ પર મેદાનમાં ઉતરશે. ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બાદ ચૂંટણી જંગમાં વધુ એક પાર્ટીએ ઉતરવાની જાહેરાત કરતા રાજકીય માહોલ ગરમાયો છે. ગાંધીનગર લોકસભા સીટથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ચૂંટણી લડવાના છે. તે વર્તમાનમાં આ સીટ પરથી સાંસદ પણ છે. તો કોંગ્રેસ પાર્ટીએ અહીં સોનલ પટેલને ટિકિટ આપી છે. હવે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી પણ ગાંધીનગરથી ચૂંટણી લડશે. એટલે કે હવે અહીં ત્રિકોણીય જંગ જોવા મળી શકે છે. કોંગ્રેસ સાથે ગઠબંધનમાં આમ આદમી પાર્ટી ભરૂચ અને ભાવનગર લોકસભા સીટથી ચૂંટણી લડવાની છે. ભરૂચ સીટથી આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા મેદાનમાં છે. જ્યારે ભાજપે વર્તમાન સાંસદ મનસુખ વસાવાને ટિકિટ આપી છે. હવે આ સીટ પર એઆઈએમઆઈએમની એન્ટ્રી થતાં અહીં પણ ત્રિકોણીય જંગ જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com