મહારાષ્ટ્રના સાંગલીમાં ફરી ડ્રગ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. સાંગલીમાં નિર્જન સ્થળે ડ્રગ ફેક્ટરી પર દરોડા પાડી મુંબઇ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અંદાજે રૂૂપિયા 245 કરોડનું મેફેડ્રોન જપ્ત કર્યું હતું. આ મામલામાં શંકાસ્પદ આરોપીને પકડીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.આ ગુનામાં સંડોવાયેલો મુખ્ય આરોપી મૂળ સાંગલીના કવઠે મહાંકાળનો છે તે ગત 17 વર્ષથી મુંબઇમાં રહેતો હતો.
તે ડ્રગની હેરાફેરી કરતો હોવાની માહિતી મુંબઇ ક્રાઇમ બ્રાન્ચને મળી હતી. જેના આધારે તેને પકડવામાં આવ્યો હતો. મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે એમડી ડ્રગ બનાવવાના નેટવર્કને પ્રકાશમાં લાવીને છ જણની ધરપકડ કરાઇ હતી.
અગાઉ ગત ફેબ્રુઆરીમાં સાંગલીના કુપવાડામાં દરોડા પાડીને અંદાજે 300 કરોડનું મેફેડ્રોન કબજે કરવામાં આવ્યું હતું. પુણેમાં પોલીસે મેફેડ્રોન સાથે ત્રણ આરોપીને પકડતા મોટા ડ્રગ રેકેટની જાણ થઇ હતી. પુણેમાં પોલીસે મેફેડ્રોન સાથે ત્રણ આરોપીને પકડતા મોટા ડ્રગ રેકેટની જાણ થઇ હતી. પુણેમાં ગોદામમાં છાપો મારીને મીઠાની ગુણીમાં ભરેલું મેફેડ્રોન જપ્ત કરાયું હતું. ત્યારબાદ દિલ્હી અને સાંગલીમાં કાર્યવાહી કરાઇ હતી. આ ટોળકી ફરિયાદથી વિદેશમાં પણ ડ્રગની દાણચોરી કરતા હતા. આ ઓપરેશન દરમિયાન અંદાજે રૂૂપિયા ચાર હજાર કરોડનું મેફેડ્રોન મળી આવ્યું હતું.