ચુંટણીના નગારા વચ્ચે ઇન્કમટેકસ વિભાગનાં દરોડા, અમદાવાદમાં ફાઇનાન્સરો અને બિલ્ડરોમાં પણ દોડધામ મચી ગઈ

Spread the love

ચુંટણીના નગારા વચ્ચે ઇન્કમટેકસ વિભાગે ગઈકાલે અમદાવાદમાં ગોપાલ ડેરી અને હોટલ રિવર વ્યુ સહિત તેના ભાગીદારો ને ત્યાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધયુ હતું. ગઈકાલે સવારથી શ થયેલા દરોડા આજે પણ ચાલુ રહ્યા હતા. ૨૪ કલાકમાં આવકવેરા વિભાગને જમીન મકાનના લેવડ દેવડના વ્યાપક પ્રમાણમાં બિનવ્યવહારો મળી આવ્યા છે આ ઉપરાંત કાચા ચિઠ્ઠાઓ તેમજ અનેક ડાયરીઓ મળી આવી છે જેની આવકવેરા વિભાગની ટીમ દ્રારા તપાસ શ કરવામાં આવી છે.આ ઉપરાંત ૨૦ થી વધુ બેન્ક એકાઉન્ટ અને ૧૫ લોકરો મળી આવ્યા છે.

સૌરાષ્ટ્ર્રના નામાંકિત લાડાણી અને ઓરબીટ ગ્રુપ પર દરોડા ની કામગીરી પૂર્ણ કર્યા બાદ ઇન્કમટેકસના અધિકારીઓએ શ્વાસ પણ લીધો ન હતો ત્યાં ફરી એક વખત અમદાવાદના જાણીતા ગોપાલ ડેરી અને હોટેલ ઉધોગ ના દેસાઈ ગ્રુપ પર ૧૦૦ થી વધુ અધિકારીઓ દ્રારા દરોડા ની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

સૂત્રોમાંથી મળતી વિગત અનુસાર ડેરી અને હોટલ ઉધોગ સિવાય દેસાઈ બંધુઓ દ્રારા જમીન ના મોટા પ્રમાણમાં થયા હતા અને જેની બાતમી અધિકારીઓને મળતા સર્ચ કરવામાં આવ્યું છે. રાજુ દેસાઈ ગૌરાંગ દેસાઈ અને તેની સાથે સંકળાયેલા તેના ભાગીદારોના ઘરે તેમજ ઓફિસમાં આવકવેરાની તપાસ ચાલુ છે જાણવા મળ્યા મુજબ આ દરોડા ના પગલે અમદાવાદમાં ફાઇનાન્સરો અને બિલ્ડરોમાં પણ દોડધામ મચી ગઈ છે.

છેલ્લા ઘણા સમયથી ઇન્કમટેકસના અધિકારીઓ આ ગ્રુપની અલગ અલગ ઓફિસ તેમજ હોટેલ પર રેકી કરતા હતા અને આ તપાસ દરમિયાન જમીનના સોદાની વિગતો બહાર આવી હતી. ગઈકાલે શ થયેલા દરોડામાં અમદાવાદ ઉપરાંત રાજકોટ ,સુરત અને વડોદરા ની ટીમનો સમાવેશ કરવામાં આવ્યો છે

ચૂંટણીની આચારસંહિતા લાગુ પડી જતા ની સાથે જ ઇન્કમટેકસ વિભાગની ઇન્ટેલિજન્સ ટીમ એરપોર્ટ રેલવે સ્ટેશન સહિત યાથી રોકડ ની હેરાફેરી ની શકયતા ઊભી થાય છે તેવા તમામ સ્થળો પર આ યુનિટ કાર્યરત થઈ ગયું છે અને ચૂંટણીના પડઘમ ની વચ્ચે જ અમદાવાદમાં પણ ડેરી અને હોટલ ઉધોગ પર વ્યાપક પ્રમાણમાં દરોડા પડા છે તો બીજી તરફ પણ ૩૧મી માર્ચ એ નાણાકીય વર્ષ પૂં થતું હોવાથી નોટિસના જવાબો આવી રહ્યા છે. આ સંજોગોમાં ઇન્કમટેકસના અધિકારીઓને પણ ચાલુ વર્ષનો નાણાકીય ટેકસ ટાર્ગેટ પૂર્ણ કરવા માટે સીબીડીટી દ્રારા ખાસ પાકીટ કરવામાં આવી છે આથી કેવી રીતે એક પરિપત્ર બહાર પાડીને એકત્રિત માર્ચ સુધી તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજા રદ કરવાની સૂચના આપી છે તેમજ ઇન્કમટેકસ ની તમામ ઓફિસ ૩૧ માર્ચ સુધી ખુલ્લી રહેશે. જેથી કરીને કરદાતાઓ ઇન્કમટેકસ ને સંબંધિત કામગીરી કરી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com