રીવરફ્રન્ટ કોર્પો.ને ૨૨૦૦ કરોડની લોન આપતું મ્યુ.કોર્પો.,આ બોજો દુર કરવા રીવરફ્રન્ટની જમીનો દેશ વિદેશના ઉદ્યોગપતિઓને કરોડોના ભાવની જમીનો નજીવા ભાવે લીઝ ઉપર આપી !

Spread the love

ઓકટોયની ગ્રાન્ટની ૩૪૦૦૦ કરોડ જેટલી બાકી રકમ રાજ્ય સરકાર પાસેથી વસૂલવાથી મ્યુ.કોર્પો અને તેની સંલગ્ન તમામ સંસ્થાઓ આર્થિક રીતે સધ્ધર બની જાય

અમદાવાદ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે આપશે કરતા જણાવ્યું હતું કે સને- ૧૯૯૭માં સાબરમતી રીવરફ્રન્ટ લી.ની પબ્લીક લી. કંપની તરીકે રચના કરવામાં આવેલ હતી ત્યારબાદ સને- ૨૦૦૩માં તે પ્રોજેક્ટ શરૂ કરતી વખતે ૧૦૦૦ દિવસમાં પૂર્ણ કરવાની જાહેરાત કરાયેલ પરંતુ આજે પણ તે પ્રોજેકટ પુરો થઈ શક્યો નથી રીવરફ્રન્ટ પ્રોજેકટ માટે ૨૦૦૫-૦૬ થી ડીસે-૨૦૨૩ સુધીમાં મ્યુ.કોર્પો.દ્વારા સાબરમતી રીવરફ્રન્ટ લી ને ૨૨૦૦ કરોડથી પણ વધુ રકમની લોન આપેલ છે. આ રકમમાં વ્યાજની રકમ સામેલ નથી વ્યાજની રકમ ઉમેરતાં લોનની રકમ અધધધ થઇ જવા પામે હાલ મ્યુ.કોર્પોના માથે ૯૫૭ કરોડનું દેવું ઉભું જ છે ત્યારે એક તરફ સત્તાધારી ભાજપ ડબલ તથા ટ્રીપલ એન્જીન સરકારની સુફિયાણી વાતો કરે છે અને બીજી તરફ ૩૪૦૦૦ કરોડ જેટલી ઓકટોયની ગ્રાન્ટની બાકી રકમ રાજ્ય સરકાર પાસેથી વસૂલવા અસક્ષમ છે જો ઓકટોયની ગ્રાન્ટની બાકી રકમ વસુલવામાં આવે તો મ્યુ.કોર્પો અને તેની સંલગ્ન તમામ સંસ્થાઓ આર્થિક રીતે સધ્ધર બની જાય.

હાલમાં અમદાવાદ મ્યુનિ.કોર્પોની આર્થિક પરિસ્થિતિ કથળવા પામેલ છે હાલ મ્યુ.કોર્પો ની તીજોરી પર રૂા.૯૫૭ કરોડનું દેવું કરવાની નોબત આવી છે તેમજ તાજેતરમાં વર્લ્ડ બેંક પાસેથી રૂા.૩૦૦૦ કરોડની લોન લેવાની ફરજ પડેલ છે અને બીજી તરફ સાબરમતી રીવરફ્રન્ટ કોર્પો.ને ૨૨૦૦ કરોડની લોન આપવામાં આવે તે કોઇ પણ રીતે સુસંગત નથી.આ પ્રોજેકટ માટેનું તમામ નાણાંકીય ભારણ ખરેખર તો રાજ્ય સરકારે ઉઠાવવું જોઈએ અમદાવાદ શહેરની શોભામાં અભિવૃધ્ધિ કરનાર રીવરફ્રન્ટ પ્રોજેકટ માટે કેન્દ્ર સરકાર કે રાજયસરકાર દ્વારા કોઈ પણ જાતની નાણાંકીય મદદ કરેલ નથી તેમજ રીવરફ્રન્ટની જમીનનું વેચાણ કરવા રાજ્ય સરકાર દ્વારા મોટો વિલંબ કરવામાં આવેલ તેને કારણે પ્રતિદિન સાબરમતી રીવરફ્રન્ટ કોર્પો.ઉપર નાણાંકીય ભારણ વધવા પામેલ છે જેને કારણે મ્યુનિ.કોર્પોની પ્રાથમિક સુવિધાઓ સારી રીતે ઉપલબ્ધ કરાવવામાં વિલંબ થયેલ છે જે સત્તાધારી ભાજપ માટે શરમજનક બાબત છે ભાજપ દ્વારા ત્રિપલ એન્જીન સરકારની વારંવાર દુહાઈ દેવામાં આવે છે તે ત્રિપલ એન્જીનની રાજ્ય સરકાર પાસેથી ઓકટ્રોયની ગ્રાન્ટની બાકી રકમ તાકીદે વસુલવામાં આવે તો મ્યુ.કોર્પો ઉપર કોઈ નાણાંકીય ભારણ રહેવા ના પામે.

હવે જ્યારે સાબરમતી રીવરફ્રન્ટ ઉપર રૂા.૨૨૦૦ કરોડનો નાણાંકીય બોજો છે તે બોજો દુર કરવા તેમજ મ્યુનિ.કોર્પોની તીજોરીની પરિસ્થિતિ હળવી કરવા માટે ભાજપના સત્તાધીશો દ્વારા રીવરફ્રન્ટની મૌકાની જમીનો પોતાના માનીતા દેશ વિદેશના ઉદ્યોગપતિઓને નજીવા ભાવે લીઝ ઉપર આપવાની સાજીસ કરેલ છે જેને કારણે કરોડોના ભાવની જમીનો સામાન્ય સસ્તા દરે આપી ભષ્ટ્રાચાર આચરવાનો હીન પ્રયત્ન કરેલ છે તેને કોંગ્રેસ પક્ષ સખ્ત શબ્દોમાં વિરોધ કરી વખોડી કાઢે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com