આમ આદમી પાર્ટીના કાર્યકારી પ્રમુખ કૈલાશદાન ગઢવી
76 કરોડની જમીનની કિંમત સ્ટેમ્પ ડ્યુટી ચોરી કરવા માટે 16 કરોડ કરાવી દીધી અને આમાં પણ મોટું કૌભાંડ આચરવામાં આવ્યું: કૈલાસદાન ગઢવી
મુશ્કેલથી બે ટંકનું ભોજન કરનાર ખેડૂતની જમીન વેચાવીને ભાજપે તથા સરકારી અધિકારીઓએ ગરીબ ખેડૂત સાથે છેતરપિંડી કરી: કૈલાસદાન ગઢવી
અમદાવાદ
આમ આદમી પાર્ટીના કાર્યકારી પ્રમુખ કૈલાશદાન ગઢવીએ એક પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી મહત્વપૂર્ણ મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આપણે જોયું કે સુપ્રીમ કોર્ટે ઇલેક્ટોરલ બોન્ડને ગેરબંધારણીય ગણાવીને તેની હકીકત દેશ સામે રજૂ કરી દીધી. ત્યારબાદ આપણા સામે આવ્યું કે કઈ રીતે ધાક ધમકી દ્વારા, ઇડી સીબીઆઇની રેડ કરાવીને, કંપનીઓ અને કોન્ટ્રાક્ટરો પાસેથી કરોડો રૂપિયાનું ફંડ ઊઘરાવ્યું. કચ્છ અંજારના વરસામેડી ગામમાં એક ખેડૂતની જમીન એવી જગ્યાએ આવતી હતી ત્યાં વેલસ્પન નામની કંપનીને SEZ માં કામ જોઈતું હતું. તેથી તેમણે જમીન માટે સરકાર સમક્ષ માંગણી કરી. ત્યારબાદ કલેકટરના નીચે એક કમિટી નિમવામાં આવી અને તે કમિટીએ જમીનની એક કિંમત નક્કી કરી. કમિટી દ્વારા આ જમીનની કિંમત 76 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવી.
ત્યારબાદ એક વર્ષ સુધી આની પ્રોસેસ ચાલતી રહી અને 14 ઓગસ્ટ 2023 ના રોજ જમીનનો એક એવોર્ડ નક્કી કરવામાં આવ્યો જે અંતર્ગત જમીનની કિંમત 16 કરોડ 61 લાખ નક્કી કરવામાં આવી. ખેડૂતને એડવાન્સમાં બે કરોડ 80 લાખ રૂપિયા આપવામાં આવ્યા. પરંતુ જ્યારે તેર કરોડ ૮૧ લાખ રૂપિયા આપવાનો સમય આવ્યો ત્યારે ભાજપના અંજાર શહેર પ્રમુખ હેમંત શાહ, વેલસ્પન SEZ ના જવાબદાર અધિકારી મહેન્દ્રસિંહ સોઢા અને બીજા રેવન્યુ વિભાગના અધિકારીઓ જે આ કામ સાથે જોડાયેલા હતા તે તમામ લોકોએ ખેડૂતને ખૂબ જ ટોર્ચર કર્યું અને પ્રેશર કર્યુ અને ખેડૂતને ડરાવવામાં આવ્યો કે જો આટલી મોટી રકમ તમે પોતાની પાસે રાખશો તો ઇડી, સીબીઆઈ, પોલીસ, ઇન્કમટેક્સ સહિતના જુદા જુદા સરકારી વિભાગો તમને નડશે. તો તમે તમારા પૈસા એક નવા બોન્ડમાં નાખી દેશો તો તે તમારા પૈસા દોઢા થઈ જશે.ત્યારબાદ તેઓ ખેડૂતને ગાંધીનગરની SBI બેન્કમાં લઈ ગયા જ્યાં ઇલેક્ટોરલ બોન્ડ ઇસ્યૂ થતા હતા. ત્યાં જઈને ખેડૂતના નામે 11 કરોડ 14 હાજર ના બૉન્ડ ઇસ્યુ કરાવ્યા. ત્યારબાદ આ બોન્ડના 10 કરોડ રૂપિયા ભાજપના ખાતામાં જાય છે અને એક કરોડ 14 હજાર રૂપિયા શિવસેનાના ખાતામાં જાય છે. ખેડૂતે બે ત્રણ મહિના પછી જ્યારે પૂછવાનું શરૂ કર્યું કે મારા પૈસા દોઢ ઘણા ક્યારે થશે, ત્યારે મહેન્દ્રસિંહ સોઢાની કંપનીના સ્ટાફના લોકોએ કહી દીધું કે તમારાથી જે થાય તે કરી લો પૈસા નહીં મળે. આ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ સામે આવ્યો.આના પરથી આપણે જોઈ શકીએ છીએ કે સરકારી અધિકારીઓ, કંપનીના અધિકારીઓ અને ભાજપના લોકોએ સાથે મળીને એક એવા ખેડૂત સાથે છેતરપિંડી કરી જે રોજ મજૂરી કરીને મુશ્કેલથી બે ટંકનું ભોજન મેળવી શકે છે. આવા ઘણા કિસ્સા છે. જ્યાં આવા છેતરપિંડી કરનારા ભાજપના લોકોએ, સરકારી અધિકારીઓએ અને કંપનીના લોકોએ ઘણા ખેડૂતોને હેરાન કરીને ગામડે ગામડે જમીન ઉપર કબજા કરેલા છે. ઘણી જમીનોના કેસો આજે કોર્ટમાં ચાલી રહ્યા છે. અહીંયા બે કૌભાંડ થયા છે એક તો બોન્ડનું કૌભાંડ અને બીજું કૌભાંડ છે કે 76 કરોડની જમીનમાં લગભગ 40-42 કરોડ રૂપિયા જેટલી સ્ટેમ્પ ડ્યુટી થતી હતી, માટે કંપનીએ એક વર્ષ સુધી જેમ તેમ કરીને જમીનની કિંમત 16 કરોડ સુધી નીચે લાવી દીધી અને મોટી સ્ટેમ્પ ડ્યુટીની ચોરી કરી. હવે એ જોવાનું રહ્યું કે સરકાર આ કેસમાં કઈ રીતે આગળ વધશે. આ મુદ્દામાં પાર્ટીએ પોતાના વકીલને સંપર્ક કર્યો અને વકીલ દ્વારા તેઓ કોર્ટમાં ગયા અને આ વિશે પોલીસ સ્ટેશનમાં પણ માહિતી આપી છે. હજુ 15 દિવસ થઈ ગયા તેમ છતાં પણ કોઈ પણ પ્રકારની કામગીરી કરી નથી.