પ્રોટોકોલ કમિટીમાં કોર્ડીનેટર તરીકે નીશીત વ્યાસ અને કો – કોર્ડીનેટર તરીકે મોહનસિંહ રાજપુતની તેમજ મીડીયા કોર્ડિનેશન કમિટીમાં ડો. મનીષ દોશી, હિરેન બેંકર, હેમાંગ રાવલ, હિમાંશુ પટેલ, પાર્થિવરાજસિંહ કઠવાડિયા,પ્રચાર કમિટીના ચેરમેન તરીકે સિદ્ધાર્થ પટેલ, શૈલેષ પરમારની નિમણૂક
અમદાવાદ
ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે આજે આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીને લઈને તાત્કાલિક અસરથી કોંગ્રેસ સમિતિની પ્રચાર સમિતિ, વ્યૂહરચના સમિતિ, ચૂંટણી વ્યવસ્થાપન સમિતિ, પ્રચાર સમિતિ, કાર્યક્રમ અમલીકરણ સમિતિ, મીડિયા સંકલન સમિતિ, કાનૂની સંકલન સમિતિ અને પ્રોટોકોલ સમિતિની રચનાની દરખાસ્તને મંજૂરી આપી છે. પ્રોટોકોલ કમિટીમાં કોર્ડીનેટર તરીકે નીશીત વ્યાસ અને કો – કોર્ડીનેટર તરીકે મોહન સિંહ રાજપુત સહિત કુલ 31 લોકોની નિમણૂક કરવામાં આવી છે. ઉપરાંત પબ્લિસિટી કમિટીના સભ્ય તરીકે સરલ પટેલની પણ નિમણૂક કરવામાં આવી છે. પ્રચાર કમિટીના ચેરમેન તરીકે સિદ્ધાર્થ પટેલ, ભરતસિંહ સોલંકી કન્વીનર તરીકે ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, અમીબેન યાજ્ઞિક, શૈલેષ પરમાર, પરેશ ધાનાણી, જીગ્નેશ મેવાણી, સહિત અન્ય જ્યારે મીડીયા કોર્ડિનેશન કમિટીમાં ડોક્ટર મનીષ દોશી, હિરેન બેંકર, હેમાંગ રાવલ, હિમાંશુ પટેલ, પાર્થિવ રાજસિંહ કઠવાડિયા સહિત અન્ય 15 લોકો, પબ્લિસિટી કમિટીમાં ગૌરવ પંડ્યા ચેરમેન તરીકે અને નિલેશ પટેલ (લાલો) કન્વીનર સહિત 35 લોકોની નિમણૂક કરવામાં આવી છે.ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે તમામોની નિમણૂક બદલ અભિનંદન પાઠવ્યા છે.