રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું નામ જાહેર થયું છે. કોંગ્રેસે ઉમેદવાર તરીકે અજીતભાઈ રામજીભાઈ માહલાના નામની જાહેરાત કરી છે. મહત્વપૂર્ણ છે કે અજીત મહાલાની કોંગ્રેસના ઉમેદવાર તરીકે જાહેરાત થતા તેમના સમર્થકો અને પરિવારજનોમાં ઉત્સાહનો માહોલ છવાયો હતો. મહત્વપૂર્ણ છે કે અજીત માહલા વ્યવસાયે શિક્ષક હતા. જેવો થોડા સમય પહેલા જ નોકરી છોડી અને કોંગ્રેસમાં જોડાયા હતા. અત્યાર સુધી તેઓએ પાર્ટી માટે કામ કર્યું હતું. અજીત માહલાના પિતા રામજી માહલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સાંસદ પણ રહી ચૂક્યા છે અને દાદરા નગર હવેલી પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. આમ રાજકીય અજિત માહલાનો પરિવાર અગાઉથી જ પ્રદેશના રાજકારણ થી પરિચિત હતું. મહત્વપૂર્ણ છે કે ભાજપે આ બેઠક પર ઉમેદવાર તરીકે દાદરા નગર હવેલીના પૂર્વ સાંસદ મોહનભાઈ ડેલકલના પત્ની અને શિવસેના ઉદ્ધવ ઠાકરે ગ્રુપના સાંસદ એવા કલાબેન મોહન ભાઈ ડેલકર ના નામની જાહેરાત કરી દીધી હતી. આથી હવે ભાજપના કલાબેન ડેલકર અને કોંગ્રેસના અજીતભાઈ રામજીભાઈ માહલા વચ્ચે આ વખતે ટક્કર જામશે. ઉમેદવાર તરીકે પોતાની પસંદગી થયા બાદ અજીત માહલા એ જણાવ્યું કે પાર્ટી એ તેમના પર મુકેલા વિશ્વાસ પર ખરો ઉતારવા માટે તેઓ પ્રયાસ કરશે.આ વખતે કોંગ્રેસ આ બેઠક પર સ્થાનિક મુદ્દાઓ ને લઇ ચૂંટણી જંગ માં ઉતરશે અને ભાજપ ને હરાવી અને આ વખતે દાદરા નગર હવેલી બેઠક પર કોંગ્રેસ જીતશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો.