

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી જેઓ બંધારણીય રીતે અધ્યક્ષપદે નિયુક્ત થાય તે દિવસથી કોઈ રાજકીય પક્ષના સભ્ય રહેતા નથી તેમ છતાં વાવ-થરાદ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કર્યો હતો

અમદાવાદ
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ આદર્શ આચારસંહિતાનો તથા સંસદીય પ્રણાલીઓ અને કાર્યરિતી ભાગ-૧ પ્રકરણ-૯, નો ભંગ કરેલ છે તે અંગે તાત્કાલીક પગલા ભરવા ભારતીય ચૂંટણી પંચને વીડીયો પુરાવા સાથે ફરીયાદ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણી ૨૦૨૪ કાર્યક્રમ પ્રસિધ્ધ થઈ ગયેલ છે. ભારતીય ચૂંટણી પંચના તા. ૧૭/૩/૨૦૨૪ના રોજ લોકસભાની ચૂંટણીની જાહેરાત કરેલ તે દિવસથી આચારસંહિતા સમગ્ર દેશમાં લાગુ પડે છે. ગુજરાતમાં પણ આચારસંહિતા લાગુ છે. બંધારણીય હોદ્દા પર બીરાજમાન વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી લોકસભા ચૂંટણી કાર્યક્રમમાં વ્યસ્ત અને ભાજપાના લોકસભાના ઉમેદવારના પ્રચાર કરે તેવા જુદા જુદા વીડીયો સામે આવ્યા છે. જેમાં વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી બનાસકાંઠા જીલ્લામાં લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની તરફેણમાં ચૂંટણી સભા યોજી પ્રચાર કરતા જોવા મળે છે. શ્રી શંકરભાઈ ચૌધરી સ્પષ્ટ કહી રહ્યાં છે કે વાવ-થરાદ વિસ્તારમાં ભાજપને મત અને લીડની અપેક્ષા છે તેનાથી પણ વધારે મત મળવાના છે. સીધી રીતે તેઓ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની પ્રચાર સભા સંબોધીને મતદાતાઓને ભાજપના ઉમેદવારને વધુને વધુ મતો આપવા અપીલ કરી રહ્યાં છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી જેઓ બંધારણીય રીતે અધ્યક્ષપદે નિયુક્ત થાય તે દિવસથી કોઈ રાજકીય પક્ષના સભ્ય રહેતા નથી. અને તેવી જોગવાઈ ‘સંસદીય પ્રણાલીઓ અને કાર્યરિતી ભાગ-૧’ ના પ્રકરણ-૯ના બીજા પેરામાં નીચે મુજબ જણાવેલ છે. ‘જે પળેથી તે અધ્યક્ષ બને છે તે પળેથી તે રાજકીય પ્રવૃત્તિમાંથી સંપૂર્ણપણે અલિપ્ત થઈ જાય છે અને કોઈપણ પક્ષના રહેતા નથી’ વિધાનસભાના અધ્યક્ષશ્રી રાજકીય પક્ષના પ્રચાર કરી શકતા નથી. તેમ છતાં ગુજરાત વિધાનસભામાં અધ્યક્ષ શ્રીશંકરભાઈ ચૌધરી બનાસકાંઠા જીલ્લામાં લોકસભાના ભાજપના ઉમેદવારની તરફેણમાં બેઠક યોજી રાજકીય પક્ષ માટે પ્રચાર કરેલ છે. તેજ રીતે વાવ-થરાદ વિસ્તારમાં ભાજપનો પ્રચાર કરેલ છે. જે ગંભીર બાબત છે.ભારતના બંધારણમાં જે જે હોદ્દાઓ દર્શાવવામાં આવ્યા છે તે બંધારણીય હોદ્દા છે. અધ્યક્ષનો હોદ્દો પણ બંધારણીય હોદ્દો છે. જે પક્ષાપક્ષીથી દૂર છે. તેમણે કોઈપણ પક્ષની તરફેણ – વિરોધ કરવાનો હોતો નથી. આ જગ્યા નિષ્પક્ષ છે અને તટસ્થ રહીને વિધાનસભાનું બંધારણ-વિધાનસભાના નિયમો તંદુરસ્ત પ્રણાલીઓને અનુસરીને માન.અધ્યક્ષ તરીકે સંચાલન કરવાનું હોય છે. શ્રી શંકરભાઈ ચૌધરી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ છે. વિધાનસભા અધ્યક્ષે પક્ષીય રાજકારણથી દુર રહેવાનું હોય છે છતાં તેઓ ચૂંટણી સભા સંબોધી પક્ષીય રાજકારણમાં વ્યસ્ત છે. વીડીયો પરથી સ્પષ્ટ જોઈ શકાય છે કે તેઓ હજુ સુધી ભાજપને વળગેલા છે અને પક્ષીય કામગીરી કરી રહ્યાં છે. ભારતમાં સંસદમાં અધ્યક્ષ પોતાના પક્ષથી અલિપ્ત રહે છે. ખરી રીતે તો અધ્યક્ષે પોતાની જાતને ન્યાયાધીશની જગ્યામાં મૂકવી જોઈએ. તેમને પક્ષપાતી બનવું જોઈએ નહીં. અમુક દ્રષ્ટિબીંદુની તરફેણમાં અને વિરૂધ્ધમાં જવાનું હોતું નથી. તેમને પ્રમાણીકતા અને નિષ્પક્ષતાનો ઉત્તમ દાખલો બેસાડવાનો હોય છે. .શ્રી શંકરભાઈ ચૌધરી વિધાનસભાના અધ્યક્ષશ્રી તરીકે પક્ષીય રાજકારણમાં સક્રિય રહીને કે ભારતના બંધારણ-ચૂંટણીની આચાર સંહિતાનો સ્પષ્ટ ભંગ કરેલ છે તે બદલ ભારતીય ચૂંટણી પંચ ગંભીર કાર્યવાહી કરે તે જરૂરી છે. આચારસંહિતાનો તથા સંસદીય પ્રણાલીઓ અને કાર્યરિતી ભાગ-૧ પ્રકરણ-૯, નો ભંગ કરેલ છે તે અંગે ચૂંટણી પંચ તાત્કાલીક પગલા ભરવા અને બંધારણ-વિધાનસભાના નિયમો અને તંદુરસ્ત પ્રણાલીઓને અનુસરીને ચૂંટણી પ્રક્રિયાથી દૂર રહે તેવી કોંગ્રેસ પક્ષનાં મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશી ભારતીય ચૂંટણી પંચ સમક્ષ માંગ કરી છે.ભારતના ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી-2024ની 17/03/2024 જાહેરાત કરી છે. ગુજરાતમાં આદર્શ આચારસંહિતા અમલમાં છે.રાષ્ટ્રીય ચૂંટણી પંચના તા. ૧૭/૩/૨૦૨૪ના રોજ લોકસભાની ચૂંટણીની જાહેરાત કરેલ જેથી તે દિવસથી આચારસંહિતા સમગ્ર દેશમાં લાગુ પડેલ છે.ગુજરાતમાં પણ આચારસંહિતા લાગુ છે તે દરમીયાન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી જેઓ બંધારણીય રીતે અધ્યક્ષપદે નિયુક્ત થાય તે દિવસથી કોઈ રાજકીય પક્ષના સભ્ય રહેતા નથી.
