રેલવે મંત્રાલયે રેલવે સ્ટેશનો પર પીવાના પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાના પ્રયાસો કર્યા તેજ
અમદાવાદ
રેલ મંત્રાલય ભારતીય રેલ નેટવર્ક પરના તમામ સ્ટેશનો પર મુસાફરોને પીવા યોગ્ય પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. આગામી ઉનાળાની મોસમ અને સંભવિત લૂ ને ધ્યાનમાં રાખીને, મંત્રાલયે સ્ટેશનો પર પીવાના પાણીની ઉપલબ્ધતાની સમીક્ષા કરી છે અને તેના પૂરતા પુરવઠાને સુનિશ્ચિત કરવા ઝોનલ રેલવેને સૂચનાઓ જારી કરી છે. મંત્રાલયની આ પ્રતિબદ્ધતાના અનુપાલનમાં, પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ તેના મુસાફરોને સ્થાપિત ધોરણો મુજબ પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે અને સ્ટેશનો પર પીવાનું પાણી પૂરું પાડવાની જોગવાઈ કરવામાં આવી રહી છે.
મંડળ રેલ પ્રબંધક અમદાવાદ સુધીર કુમાર શર્મા
વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક પવન કુમાર સિંહ
મંડળ રેલ પ્રબંધક અમદાવાદ સુધીર કુમાર શર્માના કુશળ માર્ગદર્શન અને વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક પવન કુમાર સિંહના નેતૃત્વ હેઠળ, મંડળના તમામ સ્ટેશનો પર પીવાના પાણીની ઉપલબ્ધતા પર વિશેષ દેખરેખ રાખવામાં આવી રહી છે. ઉનાળાની ઋતુમાં રેલવે સ્ટેશનો પર મુસાફરોનું વધારાનું દબાણ રહે છે અને રેલવે હંમેશા પ્રયાસ કરે છે કે રેલવે મુસાફરોને વધુમાં વધુ સુવિધાઓ પૂરી પાડવી જોઈએ. ઉનાળાની ઋતુમાં સ્ટેશનો પર આવતા મુસાફરો માટે રેલવે દ્વારા પીવાના શુદ્ધ પાણીની ઉપલબ્ધતા માટે વ્યાપક વ્યવસ્થા કરી છે.
અમદાવાદ મંડળ હેઠળના તમામ સ્ટેશનો પર મુસાફરોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે. સ્ટેશનો પર આ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે પીવાના પાણીનો પૂરતો જથ્થો દરેક સમયે ઉપલબ્ધ રહે. મુસાફરોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે સ્ટેશનો પર લગાવવામાં આવેલા તમામ પાણીના નળનું સમારકામ કરવામાં આવ્યું છે અને પાણીના નિકાલ માટે પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે ઠંડા પીવાના પાણી માટે સ્ટેશનો પર ઉપલબ્ધ વોટર કૂલરની સેવા આપવામાં આવી છે જેથી ઠંડુ પાણી અવિરતપણે મળી શકે. આ સાથે, આરોગ્ય નિરીક્ષકોને સમયાંતરે સ્ટેશનો પર ઉપલબ્ધ પાણીની શુદ્ધતા તપાસવાનો નિર્દેશ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત પાણીની સ્વચ્છતા માટે ક્લોરાઈડ આધારિત સફાઈની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
સ્ટેશનો પર મુસાફરો માટે આગામી ઉનાળાની ઋતુમાં પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા કરવા સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આ સાથે, NGO, સ્વૈચ્છિક સંસ્થાઓ અને સેવાલક્ષી સંસ્થાઓને સ્ટેશનો પર પ્યાઉં લગાવવાની પહેલ કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે. આ સાથે સ્કાઉટ અને ગાઈડ વગેરેનો પણ ખાસ કરીને સાધારણ શ્રેણીના કોચ પાસે પાણી વિતરણ કરવા માટે સહકાર લેવામાં આવી રહ્યો છે.પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળ તમામ મુસાફરોને આરામદાયક અને સુવિધાજનક મુસાફરીનો અનુભવ આપવા માટે પ્રતિબદ્ધ છે. આ સક્રિય પગલાંનો ઉદ્દેશ્ય સમગ્ર ઉનાળાની ઋતુમાં સ્ટેશનો પર મુસાફરોને પીવાના શુદ્ધ પાણીની સરળતાથી ઉપલબ્ધ કરવાનું છે.