ગુજરાત ટાઈટન્સના ખેલાડીઓ નૂર અહેમદ, ડેવિડમિલર, ઉમેશયાદવ, જોશુઆ લિટલ , દર્શન નલકાંડે અને વિજય શંકર અમદાવાદમાં
અમદાવાદ
ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓએ આજે સિંધુભવન રોડ ઉપર આવેલી તાજ હોટલની સામે ફ્રીઝ બી ફાસ્ટ ફૂડ ખાતે હાજરી આપી હતી. ગુજરાત ટાઈટન્સ ના ખેલાડીઓ નૂર અહેમદ, ડેવિડમિલર, ઉમેશયાદવ, જોશુઆ લિટલ , દર્શન નલકાંડે અને વિજય શંકર આજે ફ્રિઝબી, અમદાવાદ ખાતે આયોજિત મીટ એન્ડ ગ્રીટ ઈવેન્ટ દરમિયાન તસવીરો માટે પોઝ આપ્યા હતા. ગુજરાત અને દિલ્હી વચ્ચે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની મેચ 17મી એપ્રિલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાવાની છે ત્યારે આજે ખેલાડીઓ અમદાવાદમાં હાજર રહ્યા હતા.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એ ટાટા ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 ની બે મેચોની તારીખો બદલવાની જાહેરાત કરી છે.નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદમાં 16 એપ્રિલ, 2024 ના રોજ ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે IPL મેચ યોજાવાની હતી. હવે આ મેચ 17 એપ્રિલ 2024ના રોજ રમાશે જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચ જે અગાઉ 17 એપ્રિલ 2024 ના રોજ કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે યોજાવાની હતી. હવે તે એક દિવસ પહેલા 16 એપ્રિલ, 2024 ના રોજ રમાશે.બીસીસીઆઈએ રામ નવમી અને સુરક્ષાના કારણે તાજેતરના અપડેટમાં બે મેચની તારીખોમાં ફેરફાર કર્યો છે. રામ નવમી 17 એપ્રિલે છે. વાસ્તવમાં, કોલકાતા પોલીસે આ મેચ માટે સુરક્ષા આપવાની ના પાડી દીધી હતી. તેનું કારણ એ છે કે આ દિવસે રામનવમીનો તહેવાર હતો. કોલકાતા પોલીસે આઈપીએલને આ મેચ બીજી તારીખે યોજવાનું સૂચન કર્યું હતું. આ કારણોસર, કોલકાતા અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે 17 એપ્રિલે યોજાનારી મેચની તારીખ બદલવામાં આવી હતી.
🚨 NEWS 🚨
KKR-RR, GT-DC games rescheduled.
Details 🔽 #TATAIPL https://t.co/O56PJaKKv4
— IndianPremierLeague (@IPL) April 2, 2024