અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર લોકોની ફરિયાદો સાંભળતા ન હોવાનું કારણ દર્શાવી કોંગ્રેસ દ્વારા કમિશનરનો અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં ડીજેના તાલ સાથે નાચતાં ગાતા ગુલાલ ઉડાવીને નેજા સાથે વિરોધ કરાયો. જેમાં કોંગ્રેસના કાર્યકર્તા, કોર્પોરેટર સ્થાનિકો સાથે મૅમકો ખાતે આવેલી કોર્પોરેશનની કચેરીએ આવ્યા હતા. આમ તો નેજા પર ભગવાનનું નામ લખેલું હોય છે. પણ આ નેજા પર કમિશનર લખવામાં આવ્યું હતું.
કોર્પોરેશનની કચેરીના પ્રાંગણમાં વિરોધ કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. લોકોનું કહેવું છે કે છેલ્લા કેટલાક સમયથી ડી કોલોની, બાઇલીલીની ચાલી, રતીલાલની ચાલી, રામભાઈની ચાલી, જીવણભાઈની ચાલી, કાદરી સાહેબનું ડહેલુ, વાગડપુરા વગેરે જગ્યાએ પ્રદુષિત પાણી આવી રહ્યું છે. તો વરસાદ પડે ત્યારે પાણી ભરાઈ જાય છે. કેમિકલવાળા પાણી પણ આવે છે. ગંદકી થાય છે, જે અંગે મહાનગરપાલિકામાં ફરિયાદ કરવા છતાં કોઈ ઉકેલ આવતો નથી.