વિપક્ષો પાસે કોઇ મુદ્દા જ નથી.તેઓ હારે એટલે EVM પર ઠીકરું ફોડે છે. PM મોદીના નેતૃત્વમાં ભાજપે કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરી, CAA લાગુ કર્યો. અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ કર્યું. 2047 સુધીમાં ભારતને વિકસિત બનાવવાનું સપનું ચોક્કસપણે પૂર્ણ થશે, વેજલપુર મારું પશ્ચિમ અમદાવાદનું નાકુ છે : અમિત શાહ
કાળઝાળ ગરમીથી બચવા માટે સાતમી જૂને સવારે 10:30 વાગે મતદાન કરવા અમિત શાહ ની અપીલ
અમદાવાદ
અમદાવાદના વેજલપુરમાં જંગી જાહેરસભાને સંબોધિત કરતા અમિત શાહે વ્યક્ત કર્યો પ્રચંડ જીતનો વિશ્વાસ.ગુજરાતમાં ભાજપ તમામ 26 બેઠકો પર જીતની હેટ્રિક સર્જશે, અને કેટલીક બેઠકો પર તો ભાજપ રેકોર્ડ સર્જશે.આ દરમિયાન અમિત શાહે કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો પર પણ નિશાન સાધ્યું. ગૃહપ્રધાને જણાવ્યું કે વિપક્ષો પાસે કોઇ મુદ્દા જ નથી.તેઓ હારે એટલે EVM પર ઠીકરું ફોડે છે. PM મોદીના નેતૃત્વમાં ભાજપે કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરી, CAA લાગુ કર્યો. અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ કર્યું. 2047 સુધીમાં ભારતને વિકસિત બનાવવાનું સપનું ચોક્કસપણે પૂર્ણ થશે.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગાંધીનગરમાં તેમનુ નામાંકનપત્ર દાખલ કરવાના છે.અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું કે, UPAના શાસનમાં દેશમાં આતંકવાદ હતો. જ્યારે મોદીના શાસનમાં દેશ સૌથી સુરક્ષિત છે. એક જમાના સોનિયા-મનમોહનની સરકારમાં રોજેરોજ પાકિસ્તાનથી ઘૂસણખોરો ઘૂસી જતા હતા અને હુમલા કરતા હતા. જો કે મોદી સરકાર આવ્યા બાદ પાકિસ્તાને ઉરી અને પઠાનકોટમાં હુમલો કર્યો. જેના જવાબમાં 10 જ દિવસમાં પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને સર્જિકલ અને એરસ્ટ્રાઈક કરી દીધી.ગુજરાત અને દેશની જનતાએ નરેન્દ્ર મોદીને 10 વર્ષ માટે શાસન કરવા માટે આપ્યા. મોદીના શાસન કાળમાં ત્રિપલ તલાક સમાપ્ત થયો, UCCલાવ્યા, રામ મંદિર બનાવ્યું, નક્સલવાદ નાબુદ કર્યો, CAA દ્વારા બૌદ્ધ, જૈન અને ખ્રિસ્તી શરણાર્થીઓને નાગરિક્તા આપી અને કોંગ્રેસને સાફ પણ કરી નાંખી.આટલું જ નહીં, 80 કરોડ ગરીબોને ઘરમાં ગેસ, શૌચાલય, લાઈટ, ગેસનું કનેક્શન, 5 લાખ સુધીનો વીમો, 5 કિલો અનાજ અને નળથી જળ આપવાનું કામ મોદી સરકારે કર્યું.જ્યારે નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા ત્યારે દેશનું અર્થતંત્ર 11માં ક્રમાંકે હતુ. જો કે નરેન્દ્ર મોદીએ તેને પાંચમા ક્રમે લાવવાનું કામ કર્યું. મોદીની ગેરંટી છે, ત્રીજા કાર્યકાળમાં દેશનું અર્થતંત્ર દુનિયામાં ત્રીજા ક્રમે પહોંચશે.નરેન્દ્ર મોદીએ દેશની જનતાને વચન આપ્યું છે કે, જ્યારે આઝાદીના 100 વર્ષ થાય ત્યારે 2047માં દરેક ક્ષેત્રમાં ભારત નંબર વન થાય. મોદીએ ગેરંટી આપી છે કે, 2036ની ઓલિમ્પિક ભારતમાં થશે. એમાં પણ ખાસ ગાંધીનગર સંસદીય વિસ્તારમાં થશે.ગાંધીનગર લોકસભા બેઠક ભાજપનો ગઢ ગણાય છે. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપના તત્કાલીન અધ્યક્ષ અમિત શાહ આ બેઠક પર 8.90 લાખ કરતાં વધુ વોટથી વિજેતા થયા હતા. જ્યારે તેમના હરીફ કોંગ્રેસ ઉમેદવાર સી.જે. ચાવડાને માત્ર 3 લાખ મત જ મળ્યા હતા. આમ આ બેઠક પર અમિત શાહે આ બેઠક પર 70 ટકા વોટ મેળવીને 5.50 લાખની જંગી બહુમતી સાથે વિજય થયો હતો.