પાકિસ્તાનના કરાચી શહેરમાં વિદેશી નાગરિકોને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે.પાકિસ્તાનના કરાચી શહેરમાં ફરી એક વખત આતંકવાદીઓએ વિદેશી નાગરિકોને નિશાન બનાવ્યા છે. શહેરના મનસેહરા કોલોનીમાં થયેલા એક આત્મઘાતી હુમલામાં એક વ્યક્તિએ પોતાની જાતને ઉડાવી દીધી હતી.આ ઘટનામાં 5 જાપાની કે ચીની નાગરિકો તથા 2 પાકિસ્તાની નાગરિકોને લઈ જતી ગાડીને નિશાન બનાવવામાં આવી છે.
પાકિસ્તાન સરકારે દાવો કર્યો છે કે તમામ જાપાની નાગરિક સુરક્ષિત છે. જોકે આ ઘટનાને લઈ પાકિસ્તાનમાં વિદેશી નાગરિકોની સુરક્ષાને લઈ પ્રશ્નાર્થ સર્જાયા છે. જોકે આ વાહનના ડ્રાઈવર અને સિક્યુરિટી ગાર્ડનું મોત થયું છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી જવાબી કાર્યવાહીમાં બે આતંકવાદી માર્યા ગયા છે.
સ્થાનિક પોલીસનું કહેવું છે કે આ હુમલો જાપાની નાગરિકોને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો.જોકે આ વિદેશી નાગરિકોને કોઈ નુકસાન થયું નથી. તેમને સુરક્ષિત સ્થાન પર લઈ જવામાં આવ્યા છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ આ આત્મઘાતી હુમલાની પુષ્ટી કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ચીનના પાંચ એન્જીનિયર્સનું પાકિસ્તાનમાં આતંકવાદી હુમલામાં મોત થયું હતું.
છેલ્લા કેટલાક વર્ષોથી બલોચ આતંકવાદી ચીનના નાગરિકોને નિશાન બનાવી રહ્યા છે. એપ્રિલ 2022માં કરાચીના કન્ફ્યુશિયસ ઈન્સ્ટીટ્યુટ નજીક એક બસ પર આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ચીનના શિક્ષકો અને સ્થાનિક ડ્રાઈવર્સના મોત થયા હતા.