ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે તણાવ વધી રહ્યો છે. ઈરાને 13 એપ્રિલે મધ્યરાત્રિએ ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. લગભગ એક સપ્તાહ બાદ ઈઝરાયેલે પણ ઈરાન સામે જવાબી કાર્યવાહી કરી હતી. જો કે ઈરાને ઈઝરાયેલના હુમલાના સમાચારને ફગાવી દીધા છે. જ્યારે ઈઝરાયેલ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. આ પહેલા અમેરિકન અધિકારીઓએ ઈરાન પર ઈઝરાયેલ હુમલાનો દાવો કર્યો હતો.
એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે ઈઝરાયેલે ઈરાનના ઘણા મહત્ત્વપૂર્ણ ટાર્ગેટ પર હવાઈ હુમલા કર્યા છે. સૌથી વધુ નુકસાન ઈરાનના શહેર ઈસ્ફહાનમાં થયું છે. ઈરાનની દૃષ્ટિએ ઈસ્ફહાન ખૂબ જ મહત્ત્વપૂર્ણ શહેર છે, કારણ કે તેનો પરમાણું પ્લાન્ટ પણ અહીં સ્થિત છે.
ઈરાનના ત્રણ અધિકારીઓએ અમેરિકન અખબારને પુષ્ટિ આપી છે કે ઈસ્ફહાન નજીક એક સૈન્ય એરબેઝ પર હુમલો થયો છે. તે જ સમયે, ઈરાનની સ્પેસ એજન્સીના પ્રવક્તા હુસૈન દલિરિયનએ ત્રણ ઈઝરાયેલ ડ્રોનને તોડી પાડવાનો દાવો કર્યો છે.