ન્યુઝ ચેનલમાં એડિટ કરી વિજય રૂપાણીનું નિવેદન વાયરલ કરનારની શોધખોળ શરૂ …

Spread the love

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નામે તેઓ દ્વારા ન કરવામાં આવેલા નિવેદનની ન્યુઝ પ્લેટ બનાવીને વાયરલ કરી લોકોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ સામે વિજયભાઈએ પોલીસ કમીશનરને રૂબરૂ મળી જવાબદાર લોકો સામે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી કરવા અનુરોધ કર્યો છે.આ અંગેની વિગત એવી છે કે, થોડા દિવસોથી ગુજરાત રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂૂપાણીના નામે અમુક ચોકકસ રાજકિય તેમજ સામાજિક હિતક્ષત્રુઓ દ્વારા વિજયભાઈના નામે ખોટા અને કાલ્પનિક નિવેદનો ઉભા કરી ન્યુઝ ચેનલનુ બનાવટી અને ખોટુ ન્યુઝ પ્લેટ ઉભુ કરી અને તે કાલ્પનિક નિવેદનો બનાવટી ન્યુઝ પ્લેટમાં એડીટ કરી અને સોશ્યલ મીડીયામાં વાયરલ કરવામાં આવ્યા છે.

ત્યારે આવુ નિવેદન આજદિન સુધી તેઓ દ્વારા કરવામાં આવ્યું જ નથી તેવુ જણાવતા વિજયભાઈએ પોલીસ કમીશનર રૂૂબરૂૂ ફરીયાદ કરેલ છે જેમાં તેઓના નામે આવા ખોટા નિવેદનો ઉભા કરી ખોટી બનાવટી ન્યુઝ પ્લેટમાં આ કાલ્પનિક નિવેદન એડીટ કરી અને વાયરલ કરવા વાળા વ્યકિતઓ વિરૂૂધ્ધ ફોજદારી ફરીયાદ નોંધી અને તાત્કાલીક કાયદાકિય કાર્યવાહી હાથ ધરવા અનુરોધ કરેલ છે.

વિજયભાઈએ તેઓની ફરીયાદમાં વધુમાં જણાવેલ હતુ કે સ્વયંમ એબીપી અસ્મિતા ન્યુઝ ચેનલ કે જેનુ બનાવટી અને ખોટુ ન્યુઝ પ્લેટ ઉભુ કરવામાં આવેલ હતુ તે ન્યુઝ ચેનલે પણ તેઓની ચેનલના માઘ્યમથી સ્પષ્ટતા કરેલ હતી કે આવુ કોઈ ન્યુઝ પ્લેટ ચેનલ દ્વારા બનાવવામાં આવેલ જ નથી અને ન્યુઝ પ્લેટમાં જણાવેલ નિવેદન તથ્ય વિહોણું છે.

વિજયભાઈએ ફરીયાદમાં જણાવેલ હતુ કે સમાજમાં ભાગલા પાડવા, તેઓની દાયકાઓ જુની નિષ્કલંક કારર્કિદીને હાની પહોંચાડવા અને ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવા આવી ખોટી ન્યુઝ પ્લેટ ઉભી કરવામાં આવી છે અને જે વ્યકિતઓએ આ હિન કૃત્ય કરેલ છે તેઓ વિરૂૂધ્ધ તાત્કાલીક કાર્યવાહી કરી આ ફેક ન્યુઝ અટકાવવામાં આવે તે અનિવાર્ય છે. તેવુ વિજયભાઈએ તેઓની કમીશનરશ્રી રૂૂબરૂૂની ફરીયદામાં જણાવેલ છે.

સમગ્ર ભારતમાં હાલ લોકસભાની ચુંટણી ચાલી રહી છે અને ગુજરાત રાજયમાં ચુંટણી પ્રચાર અંતર્ગત ફરીયાદીને ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારક તરીકે સમગ્ર રાજયમાં સભાઓ સંબોધવા જવાની ફરજ પડેલ છે. તેવા સંજોગોમાં ફરીયાદીના નામનો ખોટી રીતે ઉપયોગ કરી અમોના નામે ખોટા કાલ્પનિક નિવેદનો ઉભા કરી અને ખોટા મેસેજો વાયરલ કરવાનો હિન પ્રયત્ન થઈ રહ્યો છે જેની સીધી આડ અસર રાજયની કાયદા વ્યવસ્થા ઉપર તેમજ સામાજિક સમરસ્તા ઉપર સાથે ભારતીય જનતા પાર્ટી ઉપર પડે તેવી પુરી સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com