ભાવનગરમાં એક લગ્ન પ્રસંગ દરમિયાન કરૂણ બનાવ બન્યો. હાડાટોડા ગામમાં આયોજિત લગ્ન પ્રસંગમાં ફૂલેકા દરમિયાન ઘોડાને ખાટલા પર ડાન્સ કરાવતી વખતે એવો કરુણ બનાવ બન્યો કે હવે આજીવન વરરાજાને પથારીવશ રહેવુ પડશે. ખાટલા પર ચડતી વખતે વરરાજા ઘોડી સાથે ઊંધા માથે પટકાયા અને તેને કારણે વરરાજાના મણકા અને પાંસળીઓ ભાગી ગઈ.લગ્નમાં જ્યાં શરણાઇ વાગી રહી હતી તેની જગ્યાએ એમ્બ્યુલન્સના સાયરન વાગ્યા.
એવી માહિતી છે કે અત્યાર સુધીમાં વરરાજાની સારવાર પાછળ 9 લાખ જેટલા રૂપિયા ખર્ચાઈ ચૂક્યાં છે અને ડૉક્ટરોના મતે વરરાજા આજીવન પથારીવશ રહેશે. વીડિયોમાં જોઈ શકાય છે કે, વરરાજા ઘોડા પર બેઠા છે, ત્યારે ઘોડાને ખાટલા પર નચાવવા માટેની તૈયારી થઈ રહી છે. ઘોડી કેટલી ઊંચે સુધી કૂદે છે, તે બતાવવા માટે ખાટલા પકડનારા ખાટલાને ઊંચો કરી રહ્યાં છે.
આ દરમિયાન વરરાજા સાથેનો ઘોડો દોડીને આવે છે અને ખાટલા સુધી ઊંચો કૂદકો મારે છે. જો કે આ દરમિયાન ઘોડાનું બેલેન્સ બગડે છે અને તે વરરાજા સાથે ઊંધા માથે પટકાય છે. ઘોડા નીચે ચગદાઈ જવાને કારણે વરરાજાના મણકા અને પાંસળીઓ ભાંગી ગઈ. ખુબ જ ગંભીર સ્થિતિમાં વરરાજાને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો હતો. જો કે 9-10 લાખનો ખર્ચ કરવા છત્તાં પણ વરરાજાને હવે આજીવન પથારીવશ રહેવું પડશે. જણાવી દઈએ કે, 2 જૂન 2019ના રોજ આ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો હતો, અને વરરાજા સાથે કરુણ બનાવ બનતા તેના મણકા અને પાંસળીઓ ભાગી ગઈ હતી.