ગાંધીનગરની હાઇપ્રોફાઇલ સંસદીય બેઠક માટે તા.૧૨મીએ જાહેરનામું પ્રસિધ્ધ થયાની સાથે જ ઉમેદવારી ફોર્મ ભરાવાના શ્રીગણેશ થઇ ગયા હતા.ફોર્મ ભરવાના છેલ્લા દિવસે એટલે કે, ગઇકાલે ભાજપના અમિત શાહ સહિત ૨૨ ફોર્મ ભરાયા હતા. જેની સાથે ઉમેદવારોની સંખ્યા ૩૮ તથા ફોર્મની સંખ્યા ૫૩ થઇ હતી. ત્યાર બાદ આજે વિડીયોરેકોર્ડીંગ સાથે ફોર્મ ચકાશણી કરવામાં આવી હતી.
જેમાં ભાજપ-કોંગ્રેસના એક-એક એમ બે ડમી ઉમેદવારોના ફોર્મ મેન્ડેટના અભાવે રદ થઇ ગયા હતા. તો બીજીબાજુ છ જેટલા અપક્ષો દસ ટેકેદારો નહીં લાવી શક્તા તેમની દાવેદારી ટકી શકી ન હતી. એટલુ જ નહીં, ફોર્મ ચકાશણી બાદ સાંજ સુધીમાં સાત જેટલા અપક્ષોએ પણ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. જેના પગલે હવે ૨૪ ઉમેદવારો જ મેદાનમાં રહ્યા છે.
ગાંધીનગર ઉત્તર અને કલોલ ઉપરાંત સાણંદ, વેજલપુર,ઘાટલોડિયા,નારણપુરા અને સાબરમતી વિધાનસભા બેઠકોની બનેલી ગાંધીનગર લોકસભા બેઠક માટે તા.૧૨મીને શુક્રવારે વિધિવતરીતે ચૂંટણી અધિકારી દ્વારા જાહેરનામું બહાર પાડયું હતું જેની સાથે ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ થઇ ગયો હતો. ઉમેદવારી ફોર્મ ભરવાનું પણ શરૃ થઇ ગયું હતું. પ્રથમ દિવસે એક ફોર્મ ભરાઇને પરત આવ્યું હતું જ્યારે બીજા દિવસે વધુ બે ફોર્મ ભરાયા હતા. દુર્ગાષ્ટમીને મંગળવારે ૧૫ ફોર્મ ભરાયા હતા. જ્યારે રામનવમીની રજા બાદ વધુ ૧૩ ફોર્મ ભરાયા હતા તો શુક્રવારને ગઇકાલે અંતિમદિવસે બપોરે ત્રણ વાગ્યા સુધી ભાજપના અમિત શાહ સહિત નવા ૨૨ ફોર્મ ભરાયા હતા. આમ, ચૂંટણી જંગ માટે ૩૮ ઉમેદવારોએ ૫૩ ફોર્મ ભર્યા હતા. ત્યારે આજે ઉમેદવારોના ફોર્મની ચકાશણી વિડીયોગ્રાફી સાથે કરવામાં આવી હતી. જેમાં ભાજપ-કોંગ્રેસના એક-એક ડમી ઉમેદવારોના ફોર્મ મેન્ડેટના અભાવે આપોઆપ રદ થઇ ગયા હતા. તો બીજીબાજુ છ જેટલા અપક્ષના ઉમેદવારો એવા હતા કે જેઓ પોતાની સાથે દસ ટેકેદારો પણ લાવી શક્યા ન હતા. જેના પગલે આ છ અપક્ષોના ફોર્મ પણ રદ કરવામાં આવ્યા હતા. આમ, શનિવારે ફોર્મ ચકાશણીને અંતે બપોરે ત્રણ કલાસ સુધી આઠ ફોર્મ અમાન્ય ઠર્યા હતા અને ચૂંટણી જંગમાં ૩૦ ઉમેદવારો રહ્યા હતા. તો ત્યાર બાદ ચૂંટણી જંગમાંથી ખસી જવા માંગતા ઉમેદવારોને ફોર્મ પરત લેવાનો સમય આપવામાં આવ્યો હતો જેથી કચેરી સમય સુધીમાં તો નાના પક્ષો અને અપક્ષોના સાત ઉમેદવારોએ અંતરઆત્માનો અવાજ સાંભળીને પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી હતી. જેથી શનિવાર સાંજ સુધીમાં વધુ સાત ઉમેદવારો ઘટયા હતા અને ચૂંટણી જંગમાં ૨૩ ઉમેદવારો રહ્યા છે. હજુ પણ સોમવારે ઉમેદવારી પરત ખેંચવાનો દિવસ છે તે વખતે પણ ઘણા ઉમેદવારો પોતાના ફોર્મ પાછાં ખેંચી લેશે અને સોમવારે સાંજે હરિફ ઉમેદવારોનું ફાયનલ લિસ્ટ બનશે તો ત્યાર બાદ અપક્ષોને ચૂનાવ ચિન્હ ફાળવવામાં આવશે.ગાંધીનગર લોકસભા બેઠક માટે શુક્રવાર અંતિમ દિવસ સુધીમાં કુલ ૩૮ ઉમેદવારોએ ૫૩ ફોર્મ ભર્યા હતા. જેમાંથી બે ડમી અને છ અપક્ષ ઉમેદવારોના ફોર્મ અમાન્ય ઠર્યા હતા જેથી ૩૦ ઉમેદવારો મેદાને રહ્યા હતા જે પૈકી છ ઉમેદવારોએ તો આજે જ પોતાની ઉમેદવારી પાછીં ખેંચી લીધી છે. જેમાં ત્રણ નાના રાજકીયપક્ષોના ઉેમદવારો છે જ્યારે ચાર અપક્ષ ઉમેદવારોએ પોતાની દાવેદારી પાછી ખેંચી લીધી છે. આમ, ફોર્મ ભર્યાના કલાકોમાં જ ઘણા ઉમેદવારોને અંતરઆત્માનો અવજા સંભળાઇ ગયો છે અને ફોર્મ પરત ખેંચી લીધા છે.જેના પગલે હવે ૨૩ ઉમેદવારો મેદાને રહ્યા છે ત્યારે હજુ પણ સોમવારે ઉમેદવારી પરત ખેંચવાનો દિવસ છે.