લોકસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે, ગુજરાતમાં ભાજપની સાથે સાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ પુરજોશમાં પ્રચાર શરૂ કરી દીધો છે. આગામી 7મી મેએ ગુજરાતમાં એક જ તબક્કામાં તમામ 26 બેઠકો પર મતદાન યોજાવવાનું છે, ત્યારે હવે ભાજપના દિગ્ગજો પણ મતદારોને મનાવવા મેદાનમાં ઉતર્યા છે. આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ચૂંટણીલક્ષી કાર્યક્રમને લઇને કચ્છ પહોંચશે, અહીંથી સીએમ ભૂપેન્દ્ર પટેલનો પ્રચંડ પ્રચાર શરૂ થશે.આજે ભાજપ ઉમેદવાર વિનોદ ચાવડાના સમર્થનમાં સીએમ મેગા રેલી કરશે, આ ઉપરાંત માતાના મઢના દર્શન પણ કરશે.
આજથી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. આજે મુખ્યમંત્રી કચ્છના પ્રવાસે જશે, અહીંથી તેઓ ભાજપનું મેગા ચૂંટણી પ્રચાર અભિયાન શરૂ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કચ્છના પ્રવાસે છે, અહીં કચ્છના નખત્રાણામાં તેઓ એક મોટી જનસભાને સંબોધિત કરશે. ભૂપેન્દ્ર પટેલ ભાજપ ઉમેદવાર વિનોદ ચાવડાના સમર્થનમાં પ્રચંડ પ્રચાર કરવા મેદાનમાં ઉતરશે. ખાસ વાત છે કે, આજે ભૂપેન્દ્ર પટેલ પોતાની જનસભા અગાઉ કચ્છમાં માતાના મઢે દર્શન કરશે, આશાપુરા માતાના ચરણોમાં શીશ ઝૂકાવશે, આ પ્રસંગે ભૂપેન્દ્ર પટેલ માતાજીને સાડી અને ફૂલહાર ચઢાવીને તલવાર અને પ્રસાદનો ભોગ પણ લગાવશે. માતાજીના દર્શન કરીને મુખ્યમંત્રી પ્રચારની સાથે સાથે રાજ્યની શાંતિ અને સલામતી માટે પણ પ્રાર્થના કરશે.