ગુજરાતમાં રાજકીય પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા રાજનાથ સિંહ આજે ભાજપના ઉમેદવારોની તરફેણમાં પ્રચાર કરશે. રાજનાથ સિંહ સવારે અમદાવાદમાં પત્રકાર પરિષદને સંબોધશે અને બાદમાં ખંભાત અને ભાવનગરમાં ચૂંટણી રેલીઓને સંબોધશે.
કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ તેમની એક દિવસીય ગુજરાત મુલાકાતમાં 28 એપ્રિલ, રવિવારે અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ અને ગુજરાતમાં સ્થાયી થયેલા બિન-ગુજરાતીઓના મેળાવડાને સંબોધશે.
જે બાદ કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ મધ્ય ગુજરાતના આણંદ જિલ્લાની મુલાકાત લેશે અને મોડી બપોરે ખંભાતમાં જાહેર સભાને સંબોધશે. રાજનાથ સિંહ સાંજે ભાવનગરના શિહોર ખાતે જનસભાને સંબોધશે.
બીજી તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અભિષેક મનુ સિંઘવી પણ આજે રાજ્યમાં પ્રચાર કરશે. મનુ સિંઘવી અમદાવાદમાં પત્રકાર પરિષદને સંબોધશે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી 29 એપ્રિલના રોજ પાટણ ખાતે ચૂંટણી સભાને સંબોધશે.