ગુજરાત સહિત પશ્ચિમ ભારતમાં આકરો ઉનાળાથી લોકો પરેશાન થયા છે. તો બીજી તરફ ઉત્તર ભારતમાં બરફવર્ષાથી સુંદરતા ખીલી ઉઠી છે. જમ્મુ કશ્મીર અને ઉત્તરાખંડના અનેક વિસ્તારમાં સ્નોફોલોને કારણે જનજીવનને અસર થઈ છે. ગુજરાત સંલગ્ન મધ્યપ્રદેશ ઉપર સિસ્ટમ સક્રિય થતા ગરમીથી રાહત મળી છે. ગુજરાતના મોટાભાગના જિલ્લાઓના તાપમાનમાં ઘટાડો આવ્યો છે. અમદાવાદનું મહત્તમ તાપમાન 39.8 ડિગ્રી નોંધાયું છે.તો ગાંધીનગરનું મહત્તમ તાપમાન 38.8 ડિગ્રી નોઁધાયું છે. અમરેલીમાં સૌથી વધુ 41.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
રાજકોટ, સુરેન્દ્રનગર અને કેશોદમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું છે. આ વચ્ચે રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી છે. મધ્ય-દક્ષિણ ગુજરાતમાં માવઠું પડી શકે છે. પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુરમાં વરસાદની આગાહી છે. તો સુરત, તાપીમાં કમોસમી વરસાદ પડી શકે છે. વાતાવરણમાં પલટા વચ્ચે ગરમીથી આંશિક રાહત થઈ છે. રાજ્યના 20 કરતા વધુ શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે. માત્ર 4 શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે. અમરેલીમાં 41.2, રાજકોટમાં 40.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો સુરેન્દ્રનગર 40.3, કેશોદમાં 40.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. પાછલા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ 4 mm વરસાદ નર્મદામાં નોંધાયો છે. પ્રિમોન્સૂન વરસાદ જેમાં મધ્યપ્રદેશ અને ગુજરાત ઉપર સિસ્ટમ સક્રિય થતા વરસાદનો માહોલ જોવા મળ્યો છે. હજી પણ દક્ષિણ-મધ્ય ગુજરાતમાં માવઠાની હવામાન વિભાગની આગાહી છે. વાતાવરણમાં પલટો આવતા ગરમીમાં પણ આંશિક ઘટાડો થયો છે.