ભર ઉનાળે પણ હાલમાં દેશભરમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને લગ્નની સિઝન ચાલતી હોય ત્યારે કંકોત્રી થી માંડીને રીતે રિવાજોને લઈને ચર્ચાનો વિષય બનતો હોય છે અને આપણે બધા જાણીએ છીએ કે આપણે ત્યાં મામેરાનો એક પ્રસંગ છે.
कन्हा तक न्यायोचित है ?#nagaur #Rajasthan #marriage #SSMB28 #TejRan #JENNIE #SSMB28FestiveFrenzy #GmmtvOuting2023 #PlantBenavidez pic.twitter.com/dw0sAWvUlU
— Anjali Jain (@AnjaliJain1999) March 26, 2023
જ્યાં ભાણી અથવા ભાણિયાના લગ્નમાં મામા બહેનને ત્યાં પોતાની યથાશક્તિ પ્રમાણે મામેરુ લઈને આવતા હોય છે.રાજસ્થાનના નાગોર જિલ્લાના ધિંગસારા ગામમાં મહેરીયા પરિવારે લગભગ 8 કરોડ રૂપિયાની રકમનું મામેરુ ભર્યું છે.
અને આ મામેરામાં મોટી સંખ્યામાં લોકો સાથે મામા અર્જુન રામ મહેરિયા અને ભગીરથ મહેરીયા વાહનો સાથે મામેરુ ભરવા પહોંચ્યા હતા અને લગભગ બે કિલોમીટર સુધીનો વાહનોનો કાફલો પણ હતો.આ મામેરામાં ભાઈઓ સેંકડો ગાડી ટ્રેક્ટર, ઊંટ ગાડી, બળદ ગાડા સાથે મામેરુ ભરવા પહોંચ્યા હતા.
આ મામેરામાં બે કરોડ 21 લાખ રૂપિયા રોકડા આપવામાં આવ્યા હતા. આ સિવાય એક કિલો ને 105 ગ્રામ સોનું સાથે ૧૪ કિલો ચાંદી પણ આપવામાં આવી હતી જેની કિંમત લગભગ 8 કરોડ ઉપર થાય.