ગાંધીનગર શહેરમાં ધોળા દિવસે હવે ચોરીના બનાવ સામે આવી રહ્યા છે. પહેલા મહિલાઓ દાગીના ધોવાનુ કહીને ઘરમાંથી ચોરી કરી પલાયન થઇ જતી હતી. હવે સ્પ્રેનો ઉપયોગ કરવા લાગી છે. ત્યારે ઘરમાં એકલ દોકલ રહેતી મહિલાઓને ધ્યાન રાખવા જેવો બનાવ સેક્ટર 22 ખાતે બનવા પામ્યો છે. માહિતી ખાતામાં સેવક તરીકે ફરજ બજાવતા કર્મીના પત્ની ઘરે હતા, તે સમયે અજાણી બે મહિલાઓએ દરવાજો ખખડાવ્યો હતો. જેવો દરવાજો ખોલ્યો તે સમયે મહિલાઓને મો ઉપર સ્પ્રે છાંટ્યુ હતુ. ત્યારબાદ ઘરમાંથી 1.75 લાખના ઘરેણાની ચોરી કરી મહિલાઓ પલાયન થઇ ગઇ હતી.
રાકેશભાઇ નરહરીભાઇ નાયક (રહે, સેક્ટર 22, બ્લોક નંબર 111-3, છ ટાઇપ) સેક્ટર 16 સ્થિત માહિતી ખાતાની ઇલેક્ટ્રોનિક્સ મીડીયા ભવનમાં સેવક તરીકે ફરજ બજાવે છે. ત્યારે તેમણે ફરિયાદ નોંધાવી હતી કે, આજે ગુરુવારે સવારના સમયે નોકરી ઉપર ગયા હતા. જ્યારે સાડા અગિયાર વાગ્યાના અરસામાં ઘરે રહેલા દિકરાએ ફોન કરીને કહ્યુ હતુ કે, મમ્મી બેભાન થઇ ગઇ છે, જેથી ઝડપથી ઘરે આવો. ઘરે ગયા પછી પત્નીના મોઢા ઉપર પાણીનો છંટકાવ કરતા ભાનમાં આવ્યા હતા. ત્યારબાદ દવાખાને લઇ જવાયા હતા.
સભાનાવસ્થામા આવ્યા પછી પૂછવામાં આવતા કહ્યું હતું કે, મહિલા ઘરમાં કામ કરતા હતા, તે સમયે દરવાજો બહારથી ખખડાવ્યો હતો. જેથી દરવાજો ખોલવાની સાથે જ બે મહિલાઓ મોઢુ ઢાંકીને આવી હતી અને તે સમયે એક મહિલાને તેના હાથમાં રહેલી બોટલમાંથી સ્પ્રે મોઢા ઉપર છાંટ્યો હતો. ત્યારબાદ મહિલા ઢળી પડી હતી. જેથી દવાખાને લઇ આવ્યા બાદ ઘરમાં તપાસ કરવામાં આવતા તિજોરી ખુલ્લી હતી અને સામાન અસ્તવ્યસ્ત પડ્યો હતો.
સ્ટીલનો એક ડબો ખુલ્લો પડ્યો હતો. જેમાં મૂકવામાં આવેલા ઘરેણામાં સોનાનુ બ્રેસલેટ, સોનાની ચેઇન, સોનાની બુટ્ટી, કાનની સેર, સોનાની કડીઓ, સોનાની વીંટી, સોનાનો કૈરો, સોનાના પેન્ડન્ટ, સોનાનુ ડોકીયુ, ચાંદીની લગડીઓ, ચાંદીના સિક્કા, સોનાનુ ગળામાં પહેરેલુ ડોકિયું, સોનાની કડીઓ સહિત કુલ 1,74,800ના દાગીના લઇને બે મહિલાઓ ફરાર થઇ ગઇ હોવાનુ સામે આવ્યં ુ હતું. જેથી સેક્ટર 21 પોલીસ મથકમાં ઘરફોડનો ગુનો નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
દોઢ મહિના પહેલા ગત 19 માર્ચ 24ના રોજ શહેરના સેક્ટર
19 બ્લોક નંબર 236-4 ખાતે રહેતા પંકજભાઇ આહિરના
ઘરે આજે બપોરના સમયે કેટલીક મહિલાઓ હોળી નિમિત્તે
ચંદો માંગવા પહોંચી હતી. ઘરનો દરવાજો બંધ હોવાથી
ખટખટાવતા મકાનમાં રહેતા મહિલાએ દરવાજો ખોલ્યો
હતો. ત્યારબાદ હોળી નિમિત્તે ચંદો લેવા આવ્યા હોવાનુ
કહેતા મહિલાએ ઘરમાં બેસાડ્યા હતા અને ત્યારબાદ 50
રૂપિયા આપ્યા હતા. મહિલાએ રૂપિયા આપ્યા બાદ ઘરે
આવેલી મહિલાઓએ પીવા માટે પાણી માગ્યુ હતુ. જેથી
મહિલા પાણી લેવા માટે રસોડા તરફ જતા ચંદો માંગવા
આવેલી મહિલાઓમાંથી એક મહિલાએ ગળા પહેરેલી
આશરે 75 હજારની કિંમતની સોનાની ચેઇન તોડી ફરાર થઇ
ગયા હતા.