ભારતીય રિઝર્વ બેંકે મે 2023માં 2000 રૂપિયાની નોટનો ઉપયોગ બંધ કરવાની જાહેરાત કરી હતી. 19 મે, 2023 ના રોજ, આરબીઆઈએ જાહેરાત કરી હતી કે લોકો 30 સપ્ટેમ્બર, 2023 સુધી તેમની બેંકમાંથી તેમને બદલી શકે છે. આ પછી, બેંકમાંથી આ નોટો બદલવાની પરવાનગી 7 ઓક્ટોબર 2023 ના રોજ સમાપ્ત થઈ ગઈ. પરંતુ ભારતીય રિઝર્વ બેંક એ ગુરુવારે બે હજાર રૂપિયાની નોટ અંગે એક નિવેદન બહાર પાડ્યું હતું.
જેમાં કહેવામાં આવ્યું હતું કે બંધ કરાયેલી 2000 રૂપિયાની 97.76 ટકા નોટો બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી છે. કેન્દ્રીય બેંકે કહ્યું કે હાલમાં માત્ર 7,961 કરોડ રૂપિયાની 2000ની નોટ હજુ પણ જનતા પાસે છે.
તેથી એવું કહી શકાય કે લગભગ 7 મહિના વીતી જવા છતાં પણ 2000 રૂપિયાની તમામ નોટો હજુ સુધી RBIને પાછી આવી નથી. આરબીઆઈના ડેટા અનુસાર, 2,000 રૂપિયાની નોટમાંથી માત્ર 97.76 ટકા જ બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી છે. અત્યારે પણ 7,961 કરોડ રૂપિયાની નોટો લોકો પાસે છે, જ્યારે 19 મે, 2023ના રોજ બજારમાં 3.56 લાખ કરોડ રૂપિયાની 2000 રૂપિયાની નોટો ચલણમાં હતી.
આરબીઆઈએ કહ્યું કે 19 મે, 2023 ના રોજ 2000 રૂપિયાની નોટ પરત લેવાની જાહેરાત કરી હતી. આ દિવસના અંતમાં બજારમાં 2000 રૂપિયાની નોટો પાછી ખેંચી લેવામાં આવી છે જેનું મુલ્ય 3.56 લાખ કરોડ રૂપિયા હતું. હવે 30 એપ્રિલ, 2024ના રોજ બજારમાં 7,961 કરોડ રૂપિયાના નોટ બજારમાં છે. જે લોકો પાસે હજી પણ છે. બેંકે કહ્યું, આ પ્રકારથી, 2000 રૂપિયાની 97.76 ટકા નોટ પછી RBI પાસે આવી ચુકી છે.”
જો કે આરબીઆઈનું કહેવું છે કે 2000 રૂપિયાની નોટો માન્ય છે. લોકો રૂ. 2000ની નોટો (2000 રૂપિયાની નોટ એક્સચેન્જ અને ડિપોઝીટ) જમા કરાવી શકે છે અથવા દેશભરની 19 RBI ઓફિસમાં અન્ય નોટો માટે બદલી શકે છે. લોકો ભારતીય પોસ્ટ દ્વારા RBIની કોઈપણ ઓફિસમાં 2000 રૂપિયાની નોટ મોકલી શકે છે અને તેના બેંક ખાતામાં સમાન રકમ જમા કરાવી શકે છે.
બેંક નોટ ડિપોઝીટ/એક્સચેન્જ ઓફર કરતી 19 RBI ઓફિસો અમદાવાદ, બેંગલુરુ, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઈ, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનૌ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટના અને તિરુવનંતપુરમમાં છે. નવેમ્બર 2016માં રૂ. 1000 અને રૂ. 500ની નોટોના બંધ કર્યા બાદ RBI દ્વારા 2000 રૂપિયાની નોટ બહાર પડી હતી.