વિજ્ઞાનમાં ઘણીવાર સાબિત થઇ ચૂક્યું છે કે માનવ મસ્તિષ્કને જાણવારો સાથે રમવા અને સમય વિતાવવાથી શાંતિ મળે છે. તેના ઘણા ઉદાહરણો પણ જોવા મળે છે. ઘણા દેશોના લોકો મિત્રો અને પરિવારજનો કરતાં વધુ સમય પાલતૂ પશુઓ સાથે વિતાવવાનું પસંદ કરે છે. ભારતમાં કુતરા ઉપરાંત ગાય અને ભેંસ પાળવાનું ચલણ છે. ભારતમાં ગાયથી થનાર ફાયદાના કારણે તેને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે.ભારતમાં આ ચર્ચાનો મુદ્દો પણ બની ચૂક્યો છે ત્યારે હાલ અમેરિકામાં ગોરાઓને ગાય પ્રત્યે પ્રેમ ઉભરાયો છે.
હાલમાં અમેરિકામાં વિશેષ પ્રકારનું અભિયાન શરૂ થયું છે. જેને કાઉ-કડલિંગ એટલે ગાયને ગળે લગાવવું કહેવામાં આવે છે. આ અભિયાનમાં યૂએસની જનતા ભાગ લઇ રહી છે. અહીંની જનતા મનમૂકીને પૈસા ખર્ચી રહી છે. અમેરિકામાં આ અભિયાનમાં લોકો પ્રતિ 90 મિનિટ ગાયને ગળે લગાવવાના અવેજમાં 300 ડોલર ખર્ચ કરી રહ્યા છે. ભારતીય કરન્સી અનુસાર આ રકમ 25 હજાર આસપાસ થાય છે. હવે તમે વિચારતા હશો કે 90 મિનિટમાં શું થાય છે. આ 90 મિનિટમાં લોકો જાનવરોની સાથે રિલેક્સ કરતાં સમય વિતાવે છે. આ ટ્રેંડનો ઉદ્દેશ્ય જાનવરોની દેખભાળ અને સુરક્ષા કરવાનો છે.
ઇલિનૉઇ સ્ટેટના મૉની નામના ટાઉનમાં આવેલા એક ફાર્મમાં લોકો ગાયને વહાલ કરવા માટે પૈસા ચૂકવે છે. અહીં ગાયની સાથે એક કલાક ગાળવા માટેનો ચાર્જ પ્રતિ કલાક 75 ડૉલર (અંદાજે 6252 રૂપિયા) છે. અહીં આસપાસ વસવાટ કરતા લોકો ફેમિલી સાથ આવે છે ગાયની પીઠ પર હાથ ફેરવીને લાડ લડાવે છે, તો ઘણા લોકો ગાય સાથે વાતો કરતા હોય છે. લોકોનું માનવું છે કે ગાય સાથે સમય પસાર કરવાથી મનને શાંતિ મળે છે અને શરીરમાં એક નવી ઉર્જા મળે છે. આ એક થેરેપીની માફક કામ કરે છે.
જોકે ન્યૂયોર્કના માઉન્ટેડ હોર્સ ફાર્મમાં એક કાર્યક્રમ ચલાવવામાં આવ્યો હતો. તેને હોર્સ અને કાઉ એક્સપીરિયન્સ નામ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જાનવરો સાથે રમવું અને સમય વિતાવવાનું સામેલ હતું. પરંતુ જો જાનવર રમવાના મૂડમાં નથી તો તેને ગળે લગાવીને બેસી શકો છો. આ લોકોને પોઝિટીવ અનુભવ થાય છે કારણ કે તેની પાછળ વૈજ્ઞાનિક કારણ છે.
ગાયના શરીરનું તાપમાન માનવ શરીર કરતાં વધુ હોય છે. આ ઉપરાંત તેમના ધબકારા પણ મનુષ્યોની હદયની ગતિ કરતાં વધુ હોય છે. એટલા માટે તમે જેવા ગાયને ગળે લગાવો છો, તો તમારા હદયની ગતિ અને શરીરનું તાપમાન સામાન્ય થઇ જાય છે. જોકે વૈજ્ઞાનિકોએ તેની પુષ્ટિ કરી નથી. પરંતુ જે સંસ્થાએ આ અભિયાનની શરૂઆત કરી હતી, તેની વેબસાઇટ પર આમ લખવામાં આવ્યું છે. આ અભિયાનમાં ઘોડા પણ રાખવામાં આવ્યા છે. લોકો તેનો ભાગ બનવા માટે 75 ડોલર પ્રતિ કલાક ખર્ચ કરી રહ્યા છે.