અમદાવાદની હોટલમાં સિનિયર મેનેજરના હાથે મહિલા કર્મીની છેડતીનો બનાવ સામે આવ્યો છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર, ચાંદખેડામાં રહેતી 35 વર્ષીય મહિલાએ ચાંદખેડામાં આવેલી ચેન્નાઈની કંપનીમાં તેના સિનિયર મેનેજર સામે જાતીય સતામણી અને ગુનાહિત ધાકધમકીની ફરિયાદ નોંધાવી છે. પીડિતાનું કહેવું છે કે સિનિયર મેનેજરે હોટલમાં તેની છેડતી કરી હતી અને તેની પર રેપનો પ્રયાસ કર્યો હતો.
ફરિયાદીએ પોલીસમાં નોંધાવેલી ફરીયાદમાં એવું કહ્યું કે તેમની કંપની SVP હોસ્પિટલ સહિતની હોસ્પિટલોમાં રોજમદાર કામદારો પૂરા પાડે છે. શનિવારે સિનિયર એચઆર મેનેજર તેને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે એસવીપીમાં કામદારો હડતાલ પર છે અને તેને ત્યાં જવાનું કહ્યું હતું પરંતુ હું ત્યાં જઈ શકે તેવી સ્થિતિમાં ન હોવાથી ટીમમાં કોઈને મોકલ્યો હતો. રવિવારે તેણે ફરીથી ફોનો કર્યો અને પોતાની સાથે એસવીપી હોસ્પિટલમાં આવવું કહ્યું આ પછી એરપોર્ટ સર્કલ નજીકની હોટલ પ્રિસ્ટાઇન રેસિડેન્સીથી રોકાવાનું કહ્યું હતું. આ મેનેજર અને તેનો બીજો એક અધિકારી હોટલ બહાર ઊભા હતા. ત્યારબાદ તેઓ એસવીપી હોસ્પિટલ ગયા અને ત્યાં પોતાનું કામ પૂરું કર્યું, ત્યારબાદ તે સાંજે ત્યાંથી નીકળી ગઈ. મંગળવારે ફરી તેને કોઈ કામ પૂરું કરવા માટે હોટલમાં બોલાવવામાં આવી હતી. જ્યારે મેં તેને પૂછ્યું કે આપણે એસવીપી ક્યારે જઈએ છીએ? જવાબમાં તેણે કહ્યું કે એ કામ સુનિલ જોઈ લેશે.
પીડિતાએ કહ્યું કે આ પછી તેણે મારી છેડતી કરી હતી. તેનો ઈરાદો રેપનો હતો. ભાગી જવાની કોશિશ કરતાં તેણે મને પકડી લીધી હતી. હું જેમતેમ કરીને તેની ચૂંગાલમાંથી છૂટી હતી. ત્યાર બાદ તે મારી પાછળ આવ્યો હતો અને મને આ ઘટના અંગે કોઈને ન કહેવાનું અથવા ગંભીર પરિણામ ભોગવવાની ધમકી આપી હતી. મહિલાએ આ અંગે તેના પતિને પણ વાત કરી છે. પોલીસે આરોપી સામે કેસ દાખલ કર્યો છે.