આરોપી વિશાલ ઉર્ફે છોડીમેલ
અમદાવાદ
અમદાવાદ શહેર સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૧૦૪૫૨૪૦૧૨૬/૨૪ ઇપીકો કલમ ૩૨૩, ૨૯૪(ખ), ૪૨૭ મુજબના ગુનાની વિગત મુજબ તા.૦૪/૦૩/૨૦૨૪ ના રોજ ફરીયાદી તથા તેના મિત્રો ફોર વ્હિલ ગાડીમાં પોતાની નોકરી ઉપરથી ચાણક્યપુરી ડમરૂ સર્કલ ખાતે ટ્રાફીક જામ હોય આરોપી વિશાલે ગાડી ઉભી રાખવા કહેતા ફરીયાદીએ ગાડી ઉભી રાખેલ. તે દરમ્યાન આરોપીએ ફરીયાદીને ગાળો બોલતા ફરીયાદીના મિત્રએ આરોપીને ગાળો નહી બોલવા જણાવેલ. જેથી આરોપી ઉશ્કેરાઇ જઇ મારામારી કરી પથ્થરથી ગાડીનો કાચ તોડી નુકશાન કરી ઇજાઓ કરી ભાગી ગયેલ હતો.તેમજ અમદાવાદ શહેર સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૧૦૪૫૨૪૦૨૫૫/૨૦૨૪ ઇપીકો કલમ ૪૫૨, ૩૫૪(ક), ૩૨૩, ૨૯૪(ખ) મુજબના ગુનાની વિગત મુજબ ગઇ તા.૨૯/૦૪/૨૦૨૪ ના રોજ મહિલા ફરીયાદી પોતાના બ્યુટી પાર્લર ખાતે હાજર હતા. આ વખતે આરોપી બ્યુટી પાર્લર પાસે આવી ગાળો બોલવા લાગેલ. જેથી ફરીયાદીએ ગાળો બોલવાની ના પાડતા આરોપી ઉશ્કેરાઈ જઈ ફરીયાદીના બ્યુટી પાર્લરમાં પ્રવેશ કરી ફરીયાદીને લાફો મારી ફરીયાદીની છેડતી કરી પાર્લરની બહાર રાખેલ કુંડાઓમાં રહેલ પથ્થરથી બ્યુટી પાર્લરના કાચના દરવાજો તોડી ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી ગયેલ. ઉપરોક્ત બંને ગુનાઓમાં આરોપી સંડોવાયેલ હોય અને આજદિન સુધી મળી આવેલ નહી અને પોતાની ધરપકડ ટાળવા નાસતો ફરતો રહેલ હતો.ઉપરોક્ત આરોપી સાબરમતી કાળીગામ બગીચા સામે આવેલ ખુલ્લા પ્લોટમાં હાજર હોવાની હકીકત આધારે આરોપી વિશાલ ઉર્ફે છોડીમેલ સ/ઓ માડનભાઈ રામાભાઇ દેસાઇ ઉ.વ.૨૩ રહે. રબારી વાસ, ચેહરનગર, સેક્ટર-૩ ની સામે, ચાણક્યપુરી, ઘાટલોડીયા, અમદાવાદ શહેર. મુળ રહે. ગામ: સરસાવ, તા. કડી, જી. મહેસાણાને તા.૧૩/૦૫/૨૦૨૪ ના રોજ ઝડપી પાડી સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનના ઉપરોક્ત બંને ગુનામાં અટક કરવા સોપવામાં આવેલ છે.
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ
પો.ઇન્સ. શ્રી પી.કે.ગોહિલ.
પો.સ.ઇ. શ્રી વાય.જે.અંજારીયા.
અનાર્મ હેડ કોન્સ. મુકેશભાઇ રામાભાઇ બ.નં.૪૫૩૮.
અનાર્મ હેડ કોન્સ. સંજયસિંહ અગરસંગભાઇ બ.નં.૩૬૬૩.
અનાર્મ પો.કોન્સ. દિક્ષીતકુમાર મહેન્દ્રભાઇ બ.નં.૭૩૧૦.
અનાર્મ પો.કોન્સ. ભાવિકસિંહ નટવરસિંહ બ.નં.૮૩૪૮.
આરોપીનો ગુનાહિત ઇતિહાસ:
(૧) સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૧૯૧૦૪૫૨૧૦૮૧૬/૨૦૨૧ ઇપીકો કલમ ૩૯૨, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એકટ ૧૩૫(૧) મુજબ.
(૨) સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૧૦૪૫૨૦૨૧૭૮/૨૦૨૦ ઇપીકો કલમ ૩૨૩, ૪૨૭, ૨૯૪(ખ), ૫૦૬(૨), ૫૦૭, ૧૧૪ તથા જી.પી.એક્ટ ૧૩૫(૧) મુજબ.
(૩) સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૧૯૧૦૪૫૨૨૦૯૩૧/૨૦૨૨ ઇપીકો કલમ ૩૯૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબ.
(૪) સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૧૯૧૦૪૫૨૨૦૬૬૮/૨૦૨૨ ઇપીકો કલમ ૩૨૪, ૩૨૩, ૨૯૪(ખ), ૫૦૬(૨) મુજબ.
(૫) સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૧૦૪૫૨૨૦૯૩૧/૨૦૨૨ ઇપીકો કલમ ૩૯૪,
૫૦૬(૨), ૧૧૪ મુજબ.
(૬) સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૧૦૪૫૨૩૦૦૨૨/૨૦૨૩ ઇપીકો કલમ ૩૯૨,
૩૨૩, ૪૨૭, ૨૯૪(ખ), ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એક્ટ ૧૩૫(૧) મુજબ.
(૭) સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૧૯૧૦૪૫૨૩૦૨૮૮/૨૦૨૩ ઇપીકો કલમ ૩૯૨,
૩૨૩, ૪૨૭, ૨૯૪(ખ), ૫૦૬(૨), ૧૧૪ વિગેરે મુજબ.
(૮) સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૧૦૪૫૨૩૦૮૦૮/૨૦૨૩ ઇપીકો કલમ ૩૨૩,
૪૨૭, ૨૯૪(ખ), ૧૧૪ મુજબ.
(૯) ઘાટલોડીયા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૧૦૪૪૨૩૦૨૯૬/૨૦૨૩ ઇપીકો કલમ
૩૮૪, ૩૨૩, ૪૨૭, ૫૦૬(૨) તથા જી.પી.એક્ટ ૧૩૫(૧) મુજબ.
(૧૦) સાબરમતી પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૧૦૩૯૨૩૦૦૧૫/૨૦૨૩ ઇપીકો કલમ ૩૨૩
૪૨૭, ૨૯૪(ખ) તથા જી.પી.એક્ટ ૧૩૫(૧) મુજબ.
(૧૧) સને-૨૦૨૩ માં પાસા થતા સાત માસ સુધી સુરત જેલ ખાતે રહેલ હતો.