સંપત્તિ વિવાદમાં મોટા ભાઈએ આખા ઘરનાં સભ્યોની હત્યા કરી નાખી… પછી પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી

Spread the love

યુપીના સીતાપુરમાં હત્યાકાંડમાં હત્યારાનું નામ સામે આવ્યું છે. મોટા ભાઈએ ઘરના 6 સભ્યોને વારાફરતી મારી નાખ્યાં હતા. અત્યંત ચકચારી આ ઘટનામાં સંપત્તિ વિવાદમાં મોટાભાઈએ ભાજી-મૂળાની જેમ ઘરના 6 સભ્યોને જેમ ફાવે અને જે હાથમાં આવ્યું તે રીતે મારી નાખ્યાં હતા. આ ભયાનક હત્યાકાંડમાં પતિ અનુરાગ સિંહ પર શંકા સેવાતી હતી પરંતુ હવે તેમાં નવું એ નીકળ્યું છે કે હત્યારો અનુરાગ સિંહ નહીં પરંતુ તેનો મોટો ભાઈ અજિત સિંહ નીકળ્યો છે.

સંપત્તિ વિવાદમાં અજિત સિંહ નાના ભાઈ અનુરાગના આખા પરિવારની હત્યા કરી નાખી હતી. આ હત્યાકાંડનો સાચો ગુનેગાર કદી પણ ન ઝડપાત પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટે સત્ય બહાર લીધું અને ત્યારે લોકોના કાળજા કંપી ગયાં હતા.

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે અનુરાગ, જેને આરોપી તરીકે વર્ણવવામાં આવી રહ્યો છે, તેના માથામાં બે ગોળી વાગી હતી. કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે મામલો શંકાસ્પદ જણાતા પોલીસે ભાઈની કડક પૂછપરછ કરી અને તેણે ગુનો કબૂલી લીધો. સીતાપુરના પલ્હાપુર ગામમાં થયેલી હત્યા કેસમાં પોલીસે 4 કલાકની પૂછપરછ બાદ ભાઈ અજીત સહિત પાંચ લોકોને કસ્ટડીમાં લીધા છે હતા. પહેલા અનુરાગે પરિવારની હત્યા કરી હોવાનું મનાતું હતું.

સંપત્તિ વિવાદમાં અજિત સિંહે તેના નાના ભાઈ અનુરાગ, તેની પત્ની પ્રિયંકા અને ત્રણ બાળકો તથા માતા સાવિત્રીની પણ હત્યા કરી નાખી હતી. હત્યારા અજિતે પહેલા અનુરાગ અને તેની પત્ની પ્રિયંકાની ગોળી મારીને હત્યા કરી ત્યાર બાદ બાળકોને છત પરથી ફેંકીને માર્યાં હતા. મોટી પુત્રી જાગી જતાં તેની પર હત્યા કરી નાખી હતી.

સીતાપુરમાં એક જ પરિવારના 6 લોકોના મોતની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અગાઉ પોલીસનું માનવું હતું કે એક વ્યક્તિએ તેની માતા, પત્ની અને બાળકોની ઘાતકી હત્યા કરી છે. આ પછી આરોપીએ પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી. પ્રારંભિક તપાસ બાદ પોલીસે જણાવ્યું હતું કે મથુરાના પલ્હાપુર ગામમાં અનુરાગ સિંહ (45)એ પહેલા તેની માતા સાવિત્રી (62) અને તેની પત્ની પ્રિયંકા સિંહ (40)ને સવારે 2.30 થી 3 વાગ્યાની આસપાસ ગોળી મારી હતી. તેણે તેની પત્નીને પણ માથા પર હથોડી વડે માર્યો, જેથી તે બચી ન જાય. પત્ની પાસે એક હથોડી પણ પડેલી મળી આવી હતી. આ પછી પુત્રી આશ્વી (12), અર્ના (8) અને પુત્ર અદ્વિક (4)ને છત પરથી ફેંકી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ અનુરાગે પોતાને ગોળી મારી દીધી. અનુરાગ અને તેનો પરિવાર આખા ગામમાં સૌથી સમૃદ્ધ હતો. અનુરાગ ખેતીમાંથી દર વર્ષે લાખો રૂપિયાની કમાણી કરતો હતો. પોલીસે શરુઆતમાં અનુરાગને આરોપી બનાવ્યો હતો પરંતુ પોસ્ટમોર્ટમે સાચા હત્યારાને બહાર લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com