આજકાલ ગુજરાતમાં અકસ્માતના અનેક ઘટનાઓ બને છે. ત્યારે અમદાવાદમાં બનેલ તથ્યકાંડને ભૂલી જાય એવો અકસ્માત વલસાડમાં બન્યો છે. આણંદના વાસદમાં ઓવર સ્પીડિંગ કાર પર કાબૂ ગુમાવતાં ચાર યુવકોના કરૂણ મોત થયા હતા. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર લાઇવ સ્ટ્રીમ કરવામાં આવી હતી અને ફૂટેજ હાલમાં સોશિયલ મીડિયા પર ફરતી થઈ રહી છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં પાંચેય યુવકો પાર્ટી કરતા, જોરથી મ્યુઝિક પર નાચતા દર્શકોને લાઇવ બતાવતા જોવા મળ્યા હતા. તેઓ દર્શકોને બતાવતા હતા કે તેઓ 140 કિ.મી/કલાકની ઝડપે કાર ચલાવી રહ્યા છે. ત્યારે અચાનક કારમાં સવાર એક યુવકે કેમેરામાં લાઈવ એક પછી એક ટ્રકને પાછળથી ઝૂમ કરવાનું શરૂ કર્યું અને એવામાં દર્ભાગ્યવશ કાર ધડાકાભેર અથડાઈ હતી.
It's painful to see these young boys risking their own and others' lives for attention and what they call "bhaukaal"
As per details –
This accident happend in Vasad ( GJ )
Unfortunately, 4 out of 5 passengers died while the driver sustained some injuries.
A case has been… pic.twitter.com/4ZzoBdjOwV— Prateek Singh (@Prateek34381357) May 14, 2024
મળતી માહિતી અનુસાર, સાત યુવાનો કારમાં મુંબઈથી પાછા આણંદ આવતાં હતા. યુવાનોએ 140 કિમીની ઝડપે કાર ભગાવી હતી અને ઈન્સ્ટાગ્રામ પર લાઈવ કર્યું હતું. ઓવરટેક કરવા છતાં ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો હતો અને કાર ટકરાઈ હતી જેમાં 4 યુવાનોના મોત થયાં હતા તથા બીજા ઘાયલ થયાં હતા.બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ કરવા બદલ ઓવર સ્પીડિંગ કાર ધડાકાભેર અથડાઈ હતી. આ ઘટનામાં એક વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
આ ઘટનામાં જે ડ્રાઈવર 140 કિમીની ઝડપે કાર દોડાવતો હતો તેનો બચાવ થયો છે. આટલી ખતરનાક સ્પીડના એક્સિડન્ટમાં પણ તેનો વાળ વાંકો થયો નહોતો.