ડીટેઈન કરી આગળની સજા ભોગવવા અમદાવાદ મધ્યસ્થ જેલ સાબરમતી ખાતે મોકલાયો
અમદાવાદ
અમદાવાદ શહેર, દાણીલીમડા પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં.૨૨૫/૨૦૧૪ ઇપીકો કલમ ૩૬૩, ૩૬૬ તથા પોક્સો એક્ટ કલમ ૪ વિગેરે મુજબના ગુનાના કામે દસ વર્ષની સજા થયેલ અને અમદાવાદ મધ્યસ્થ જેલ સાબરમતી ખાતે પાકા કામના કેદી તરીકે સજા ભોગવી રહેલ પાકા કામના કેદી છેલ્લા સાત મહિનાથી વચગાળા જામીન ઉપર છુટી ફરાર થઇ ગયેલ હતો. જે વચગાળા જામીન ફરારી પાકા કેદી નં.૧૫૭૩૦ જાવેદ ઉર્ફે થકેલી અજીજખાન પઠાણ રહે. શાહ આલમ, શાલીમાર પાનવાળી ચાલી, અમદાવાદ શહેરને તા.૧૭/૦૫/૨૦૨૪ ના રોજ અમદાવાદ શહેરના શાહઆલમ ખાતેથી ઝડપી પાડી ડીટેઈન કરી આગળની સજા ભોગવવા અમદાવાદ મધ્યસ્થ જેલ સાબરમતી ખાતે મોકલી આપવામાં આવેલ છે.
આરોપીનો ગુનાહિત ઇતિહાસ
અમદાવાદ શહેરમાં, ગોમતીપુર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૫૦/૨૦૧૯ ધી ઇ.પી.કો કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ તેમજ સને-૨૦૦૫ માં દાણીલીમડા પો.સ્ટે. ખાતે ઘરફોડ ચોરીના ગુનામાં પકડાયેલ હતો. તેમજ સને-૨૦૧૪ માં પાસા હેઠળ અટકાયત થયેલ છે.
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ
પો.ઇન્સ. શ્રી પી.કે.ગોહિલ. પો.સ.ઇ. શ્રી કે.એસ.સિસોદીયા. હેડ કોન્સ. સુરેશભાઇ જીવણભાઇ બ.નં.૯૬૯૬ હેડ.કોન્સ. હર્ષદકુમાર લક્ષ્મણભાઈ બ.નં.૭૩૧૬