પ્રમોશન અને બઢતીથી વંચિત રહેલા 10 સહિત રાજ્યના 39 ન્યાયધીશોની બઢતી અને બદલીના હુકમો

Spread the love

હાઇકોર્ટ દ્વારા આશરે એકાદ વર્ષે પૂર્વે બઢતી અને બદલીના હુકમો કરેલા જેની સામે અન્યાય થયો હોવાથી જ્યુડીશર ઓફિસરે સુપ્રિમ કોર્ટમાં કરેલી રીટ પીટીશન નીકળી જતાં પ્રમોશન અને બઢતીથી વંચિત રહેલા 10 સહિત રાજ્યના 39 ન્યાયધીશોની બઢતી અને બદલીના હુકમો હાઇકોર્ટના ચીફ જસ્ટીસના આદેશથી રજીસ્ટ્રાર દ્વારા મોડી સાંજે હુકમ કરવામાં આવ્યા છે.

જેમાં રાજકોટ શહેર અને જિલ્લામાં પાંચની બદલી કરી અને ત્રણની નિમણુંક કરવામાં આવી છે. વધુ વિગત મુજબ હાઇકોર્ટ દ્વારા વર્ષ-2023માં જ્યુડીશરી ઓફિસરોની બદલી અને બઢતીના હુકમો કર્યા હતા. જે હુકમથી નારાજ થઇ ન્યાયધીશે સુપ્રિમ કોર્ટમાં રીટ પીટીશન કરી હતી. જે પીટીશનની સુનાવણી પૂર્ણ થયા બાદ પાંચ દિવસ પૂર્વે નીકળી જતા આખી બઢતી અને બદલીથી વંચિત 10 ન્યાયધીશો માટે માર્ગ મોકળો થયો હતો.

બાદ હાઇકોર્ટના ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલ દ્વારા ઉનાળુ વેકેશનના પ્રારંભે જ્યુડીશરી ઓફિસરોમાં બદલી અને બઢતીના હુકમો કરવામાં આવ્યા છે. જેમાં 10 જ્યુડીશરી ઓફિસરોની બઢતી અને બદલી માટેનો માર્ગ મોકળો થયો છે. જેમાં બદલી અને બઢતી થઇ છે. જેમાં રાજકોટના 8માં અધિક ડિસ્ટ્રીક્ટ જજ જયેશકુમાર ઇશ્ર્વરલાલ પટેલને સિટી સિવિલ કોર્ટ અમદાવાદ, ભૂજના પિયુષ એમ.ઉનડકટને ગાંધીનગર, મોરબીના વિરાટ અશોકભાઇ બુદ્વાને ભૂજ, ઉનાના રેખાબેન મોહનલાલ આસોડીયાને મોડાસા, અમદાવાદના દર્શન કે.દવેને નવસારી, નવસારીના રાહુલ પ્રતાપસિંઘ રાઘવને અમદાવાદ ગ્રામ્ય, વલસાડના એમ.પી.પુરોહિતને અમદાવાદ, મોડાસાના એમ.એસ.સોનીને દાહોદ, અમદાવાદના મિનલબેન એન.ગડકરીને અમદાવાદ, ખંભાળિયાને દિનેશકુમાર બાબુલાલ બારોટને ફેમિલી કોર્ટ અમદાવાદ ખાતે બદલી કરવામાં આવી છે.

જ્યારે રાજકોટના પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ પી.જે.ચૌધરીને વિસનગર, સુરતના અધિક ડિસ્ટ્રીક્ટ જજ કે.એસ.હિરપરાને ઇડર, બનાસકાંઠાના પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ એમ.બી.ડાંગરને પાલનપુર, ભૂજના પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ એમ.એ.પંડ્યાને ભૂજ, ભરૂચના પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ એચ.એ.ઉપાધ્યાયને ભરૂચ, ભાવનગરના એસ.જી.મન્સૂરીને ખંભાળીયા, નડીયાદના જે.આર.પંડિતને આણંદ, ભરૂચના કે.એચ.દોહરેને ભરૂચ, વડોદરાના જ્યોતિબેન આર.ડોડીયાને વડોદરા, ગાંધીનગરના એમ.આર.ચૌધરીને ધ્રાંગધ્રા, મહેસાણાના જે.જી.બગાને મહેસાણા, વડોદરાના એમ.એસ.બકાઇને સાવલી, બોટાદના બી.એચ.કાપડીયાને બોટાદ, જામનગરના તૃપ્તિ એચ.દવેને લુણાવાળા, સુરતના એસ.એ.ગાલરીયાને અધિક ડિસ્ટ્રીક્ટ જજ તરીકે રાજકોટ, ભરૂચના એસ.બી.મહેતાને આણંદ, ગાંધીનગરના કે.આર.પંડ્યાને મોરબી, બારડોલીના યુ.એન.સિંધીને ભાવનગર, ગોંડલના એમ.જે.બ્રહ્મભટ્ટને અધિક ડિસ્ટ્રીક્ટ જજ તરીકે રાજકોટ, અમદાવાદના જે.જે.પંડ્યાને વેરાવળ, ગાંધીધામના બી.બી.પરમારને હાલોલ, રાજકોટના એચ.એન.દેસાઇને ફેમિલી કોર્ટ રાજકોટ, ભરૂચના ગીતાબેન એમ.આહીરને ખંભાળીયા, ચોથા અધિક સિનિયર સિવિલ જજ એમ.એચ.પઠાણને 14માં અધિક ડિસ્ટ્રીક્ટ જજ રાજકોટ, જામનગરના એસ.સી.વેમુલાને જામનગર, ધોળકાના પી.પી.જાડેજાને 11માં અધિક ડિસ્ટ્રીક્ટ જજ તરીકે અમદાવાદ ખાતે બદલી કરવામાં આવી છે.

આ ઉપરાંત રાજકોટ, અમદાવાદ, અમરેલી, આણંદ, ભરૂચ, બનાસકાંઠા, ભાવનગર, ગાંધીનગર અને કચ્છ સહિત સ્થાનિક કક્ષાની કોર્ટમાં જજોની કોર્ટ બદલવવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com