રાજકોટ ખાતે ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા જાહેર સ્થળો પર તપાસના આદેશો અપાતાં દહેગામ નગરપાલિકા દ્વારા દહેગામ શહેરના થિયેટર મોલ શોપિંગ સેન્ટર ટ્યુશન ક્લાસીસ હોસ્પિટલ વગેરે જેવા સ્થળ પર ફાયર સેફ્ટી અંગેની ચકાસણી કરવામાં આવી હતી ચકાસણી દરમિયાન ફાયર સેફટી અને એનઓસી નહીં ધરાવનારા શોપિંગ કોમ્પ્લેક્સોને નોટિસ પણ આપવામાં આવી હતી.ગુરુવારે શહેરના શાકમાર્કેટમાં ઓટલાના સ્ટોલ ધરાવનારા માલિકને પણ ફાયર સેફ્ટી અંગેની નોટિસ આપવામાં આવી હતી.
રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટના બાદ રાજ્યનું તંત્ર સફાળું જાગી ઉઠી રાજ્યભરના શોપિંગ સેન્ટર મોલ થિયેટર શાળા કોલેજો ટ્યુશન ક્લાસીસ વગેરે જેવા જાહેર સ્થળો પર ફાયર સેફટી અંગેની તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા જે અંતર્ગત દહેગામ નગરપાલિકા દ્વારા શહેરના મોલ,સિનેમા, શોપિંગ સેન્ટર હોસ્પિટલ જેવા સ્થળો પર ચીફ ઓફિસર, પાલિકાના ઇજનેર, ફાયર ઓફિસર તેમજ સર્કલ ઓફિસર સહિતની ટીમે તપાસ હાથ ધરી હતી જ્યાં ફાયરની એનઓસી નહીં ધરાવનારા શોપિંગ કોમ્પલેક્સોને નોટિસ આપવાની કાર્યવાહી કરવામાં આવ્યા બાદ ગુરુવારે દહેગામ નગરપાલિકાના ચીફ ઓફિસર ઉમાબેન રામીણા ફાયર ઓફિસર સૂર્યોદયસિંહ તેમજ અશોકભાઈ રાઠોડે એસટી સ્ટેન્ડની સામે અતુલ સોસાયટીની બહાર આવેલા શાકમાર્કેટમાં સ્ટોલવાળા કોમ્પ્લેક્સની મુલાકાત લીધી હતી જ્યાં ઓટલા પર ધંધો કરતા વેપારીઓએ પોતાનો શાકભાજીનો સામાન કંતાન અને પ્લાસ્ટિકના કોથળા જેવો માલ સામાન રસ્તા વચ્ચે મૂક્યો હોવાનું જણાઈ આવ્યું હતું જેથી લોકોને અવર-જવરમાં ખૂબ જ મુશ્કેલી પડી શકે તેમ હોવાથી તેમજ સ્ટોલના વિસ્તારમાં અગ્નિશામક સાધનો ન હોવાથી પાલિકા દ્વારા શાકભાજી કોમ્પલેક્સના માલિકને નોટિસ આપવામાં આવી હતી.
રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડ બાદ
સરકાર દ્વારા તમામ કોર્પોરેશન નગરપાલિકા વિસ્તારમાં
સ્કૂલો કોલેજો મોલ થિયેટર હોસ્પિટલો સહિત જાહેર જગ્યા
પર ફાયર સેફટીના સાધનો, એનઓસી, બીયુ પરમિશનની
ચકાસણી માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત
માણસા નગરપાલિકાના ફાયર અધિકારી દ્વારા શહેરમાં
હોસ્પિટલો ટ્યુશન ક્લાસીસ હોટલ રેસ્ટોરન્ટમાં ચકાસણી
બાદ 27 જેટલા એકમોને નોટિસ આપવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ તાજેતરમાં રાજકોટ ખાતે ટીઆરપી ગેમ ઝોનમાં ભયંકર આગ નો બનાવ બન્યો હતો જેમાં 27 લોકોના જીવ ગયા હતા જે બાદ સરકાર સફાળી જાગી છે અને રાજ્ય ની તમામ કોર્પોરેશનો પાલિકા વિસ્તારમાં જે પણ જગ્યાએ આવા ગેમ ઝોન ચાલતા હોય ત્યાં ઉપરાંત મોલ થિયેટર હોસ્પિટલ સ્કૂલો કોલેજો ક્લાસીસ જાહેર સ્થળો પર ફાયર સેફ્ટીના સાધનો બીયુ પરમિશન એનઓસી અંગે ચકાસણી કરી બેદરકારી દાખવનાર વિરુદ્ધ કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
માણસા નગરપાલિકાના ફાયર વિભાગના સંદીપ પારગી અને જ્વલંત ગોહિલની ટીમ દ્વારા છેલ્લા બે દિવસથી શહેરમાં આવેલ હોસ્પિટલો ટ્યુશન ક્લાસીસ હોટલ રેસ્ટોરન્ટ પેટ્રોલ પંપમાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી.