ભાવનગરના મહારાજા કુમાર શિવભદ્રસિંહ ગોહિલના નિધનથી રાજવી પરિવારમાં શોકનો માહોલ, 91 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા

Spread the love

ભાવનગરના મહારાજા કુમાર શિવભદ્રસિંહ ગોહિલનું નિધન થયું છે. 91 વર્ષની ઉંમરે શિવભદ્રસિંહ ગોહિલે અંતિમ શ્વાસ લીધા. ઘણા લાંબા સમયથી શિવભદ્રસિંહ ગોહિલની તબિયત નાદુરસ્ત હતી. શિવભદ્રસિંહ ગોહિલ મહારાજા કૃષ્ણકુમારસિંહજીના પુત્ર હતા. શિવભદ્રસિંહના પાર્થિવ દેહને વિલાસ પેલેસમાં બપોરે 1થી સાંજના 5 વાગ્યા સુધી રખાશે અંતિમ દર્શન માટે રખાશે.શિવભદ્રસિંહ ગોહિલના નિધનથી રાજવી પરિવારમાં શોકનો માહોલ છવાય ગયો છે.

તેઓનો જન્મ તે સમયના ભાવનગર રાજ્યના રાજમહેલ નિલમબાગ પેલેસમાં ડિસેમ્બર 23 ડિસેમ્બર 1933ના રોજ થયો હતો. હાલમાં તેઓ ભાવનગરના ગૌરીશંકરળ તળાવને કીનારે આવેલા ભાવવિલાસ પેલેસ નામનાં આવાસમાં રહેતા હતા. . એમણે 1975માં ભાવનગરમાં “ઘી ભાવનગર વાઇલ્ડ લાઇફ કન્ઝરવેશન સોસાયટી”ની સ્થાપના કરી હતી. એમણે પોતાને વારસામાં ભાલનાં વેળાવદર ગામ પાસે મળેલી સમગ્ર જમીન વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન રચના કરવા માટે પોતાનો હક્ક જતો કરીને ભારત સરકારને ભેંટ આપેલી છે. તેઓ 1962 થી 1972 દરમ્યાન એમ.એલ.એ. પણ રહી ચુક્યા છે. સ્વાધ્યાય પરીવારનાં પાંડુરં આઠવલેજીના સંસર્ગમાં આવ્યા પછી એમણે વધુ ચુંટણી લડવાનું માંડી વાળ્યું અને પોતાનું સમગ્ર ધ્યાન વન્ય-સંરક્ષણમાં લગાડ્યું છે. ગુજરાત સરકારની સિંહ-વિષયક-તજજ્ઞોની સમીતી જ્યારથી ગઠીત થઇ ત્યારથી તેઓ એના સભ્ય છે અને સિંહોની વસ્તી ગણત્રી વખતે પોતાની સેવાઓ આપે છે. ભાવનગર પાસે આવેલ ખોડીયાર માતાજીના મંદિરના ટ્રસ્ટી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com