સગીરા સાથે દુષ્કર્મ આચરનાર કડજોડરા ગામના આરોપીઓને ગાંધીનગરની પોકસો કોર્ટે 20 વર્ષની સજા ફટકારી

Spread the love

ગાંધીનગરના રખીયાલ પોલીસ મથકની હદ વિસ્તારના ગામની 16 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી જારકર્મ કરવાના ઈરાદે લગ્નની લાલચ આપી અપહરણ કરી દુષ્કર્મ આચરનાર કડજોડરા ગામના આરોપીઓને ગાંધીનગરની પોકસો કોર્ટે તકસીરવાન ઠરાવી 20 વર્ષની સખ્ત કેદની સજા તેમજ 14 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.

ગાંધીનગર જિલ્લાના રખિયાલ પોલીસ મથકની હદ વિસ્તારના ગામની 16 વર્ષીય સગીરાને પ્રેમ જાળમાં ફસાવી જારકર્મ કરવાના ઈરાદે લગ્નની લાલચ આપી ગત. 1/2/2020 ની રાતે દહેગામના કડજોડરા ગામના મહેશ કાંતીસિંહ ઝાલાએ અપહરણ કર્યું હતું. બીજી તરફ સગીરા અચાનક ગાયબ થઈ જતાં પરિવારે ચારે દિશામાં શોધખોળ આદરી હતી. આ અંગે રખિયાલ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

જે અન્વયે પોલીસે તપાસ હાથ ધરી મહેશ ઝાલાની ધરપકડ કરી સગીરાની પૂછતાંછ કરતાં આરોપીએ લગ્નની લાલચ આપી તેણીની મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું હતું. જેનાં પગલે પોલીસે પોકસો એક્ટ હેઠળ જરૂરી આધાર પુરાવા એકત્ર કરીને 27 માર્ચ 2020 ના રોજ કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી હતી. જે કેસ ગાંધીનગરના સ્પે. પોક્સો કોર્ટમાં બીજા એડી. સેશન્સ જજ એસ. ડી. મેહતા સમક્ષ ચાલવા પર આવતા ભોગ બનનાર તથા અન્ય સાહેદોની જુબાનીઓ લેવામાં આવી હતી.

જ્યારે આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ સુનિલ એસ. પંડ્યાએ દલીલ કરેલી કે, ભોગબનનાર દીકરીની ઉંમર નાની હતી અને તેણીની સાથે આરોપીએ દુષ્કર્મનો ગંભીર પ્રકાર ગુનો કરેલો છે. સમાજમાં આવા ગુનાઓ રોજ-બરોજ બને છે. આવા ગુનાના આરોપીઓને ગુનાઓમાં વધુમાં વધુ સજા અને દંડ કરવામાં આવે તો નવા ગુના કરતાં લોકો અટકે અને સમાજમાં દાખલો બેસે તે માટે આરોપીને સખતમાં સખત સજા અને દંડ કરવામાં આવે. જે દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે મહેશ ઝાલાને 20 વર્ષની સખ્ત કેદની સજા તેમજ 14 હજારનો દંડ ફટકાર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com