આગામી 31 ઓક્ટોબરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટીને એક વર્ષ પુર્ણ થઇ રહયાં છે. અને ત્યારે વડાપ્રધાનના હસ્તે 30 જેટલા પ્રોજેકટના લોકાર્પણની તૈયારીઓ ચાલી રહી છે. રાજય સરકારની વધેલી દોડધામ વચ્ચે કેવડીયામાં બનેલી એક ઘટનાએ અધિકારીઓને દોડતા કરી દીધાં છે.
સ્ટેચ્યુથી નર્મદા ડેમ તરફ જતા રીવર બેડ પાવર હાઉસની ટેકરી પર ત્રણ નાના મોટા ડાયનાસોરની પ્રતિકૃતિ મુકવામાં આવશે. જેના ભાગરૂપે 30 ફૂટ ઉંચા એમ ત્રણ ડાયનાસોર બનાવવામાં આવી રહ્યા છે. હાલ એક ડાયનાસોર બનીને તૈયાર થઇ ગયું છે જયારે બીજા બેન ફાઉન્ડેશન બનાવી તેમને પણ ઉભા કરવામાં આવી રહ્યાં છે. ખાનગી કોન્ટ્રકટર ચેન્નાઇ થી કારીગરો બોલાવી ફાયબર મટીરીયલથી આ ડાયનાસોર બનાવવામાં આવી રહયાં છે. દરમિયાન બની ગયેલા ડાયનાસોરના પગ પર વજન વધી જતાં ડાયનાસોર ભોયભેગુ થઇ ગયું હતું. ઘટના બાદ અધિકારીઓમાં દોડધામ મચી છે.