સોનાના દાગીનાની લૂંટ કરવાના પ્રયાસમાં પોલીસે અધિકારીના પુત્રની ધરપકડ કરી…

Spread the love

પેલેસ રોડ નજીક મોનિશ જવેલર્સમાં ઘૂસી સોની વેપારી ઉપર સ્પ્રે છાંટી સોનાના દાગીનાની લૂંટ કરવાના પ્રયાસમાં પોલીસે પીજીવીસીએલના ક્લાસ-2 અધિકારીના પુત્ર બીસીએના છાત્ર દેવેન ધર્મેશભાઇ નકુમ (ઉ.22) ને ગણતરીના કલાકોમાં એ ડીવીઝન પોલીસ મથકના પીઆઈ આર.જી.બારોટ અને પીએસઆઈ એમ.વી.લુવા અને તેમની ટીમે ઝડપી લીધો હતો.

પૂછતાછ કરતાં બીસીએનો અભ્યાસ પૂરો કર્યા બાદ કોઇ કામ કરતો નહીં હોવાનું તેમજ અભ્યાસ કરતો ન હોવા છતાં હોસ્ટેલમાં રહેતો હોય અને મિત્ર સામે સીન જમાવવા માટે કાર ભાડે લઈને ફરતો હતો. આ કારના ભાડા ચૂકવવા માટે 50 હજારનું દેણું થઇ જતા લુંટનો પ્રયાસ કર્યો હતો.

પકડાયેલ દેવેન ધર્મેશભાઇ નકુમે અગાઉ રેકી કરી હતી અને ત્યારબાદ લૂંટ કરવા ગયો હતો. લૂંટની કોશિશના ગુનામાં નાસી જનાર આરોપી દેવેન નકુમ લૂંટમાં સફળ ન થતાં નાસી ગયો હતો. દેવેન દુકાનના સીસીટીવીમાં કેદ થઇ ગયો હોય તેની જાણ પોલીસને થઇ જાય તો પોલીસે તેને ઓળખી ન જાય તે માટે દેવેને બનાવ બાદ હેરસલુની દુકાનમાં દાઢી અને મૂછ કઢાવી નાખ્યા હતા. છતાં એ-ડીવીઝન પોલીસે તેને ઓળખી લઇ તેની ધરપકડ કરી હતી. આ મામલે શહેરના 80 ફૂટ રોડ નજીક શેઠ હાઇસ્કૂલ પાસેના પૂજારા પ્લોટમાં રહેતા અને પહલાદ પ્લોટમાં ચારેક વર્ષથી મોનીશ જવેલર્સ નામે સોનાના દાગીના વેચવાનો શોરૂૂમ ધરાવતા આકાશભાઈ અનિલભાઈ લાઠીગરાએ લૂંટના પ્રયાસ અંગે એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે પોતે બપોરે દુકાને એકલો હતો ત્યારે દેવેન ટોપી પહેરી અઢી વાગ્યે દુકાનમાં આવ્યો હતો.

સોનાનો ચેઈન, વીટી સહિતના દાગીના ખરીદવા જોયા હતા અને ભાવતાલ કઢાવ્યા હતા. બાદમાં અચાનક તેણે કોઈ સ્પ્રે કાઢી મોઢા ઉપર છાંટી દીધો હતો પરંતુ પોતે થોડા દુર ખસી જતા સ્પ્રેની કોઈ ખાસ અસર થઇ ન હતી. વેપારી આકાશભાઈએ પોતે સ્વબચાવ માટે દુકાનમાં રહેલું સુરક્ષા ડિવાઈસ કાઢતા તેમાંથી અવાજ થતા દેવેન મોઢું ઢાંકી દુકાનમાંથી ભાગ્યો હતો પોતે કાઉન્ટર બહાર નીકળે તે પૂર્વે દુકાનમાં ફરી આવી સ્પ્રે છાંટવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ વેપારીએ પ્રતિકાર કરતા નંબર દેખાઈ નહી તે માટે નંબર પ્લેટ બ્લર કરેલું બાઈક લઇ ભાગી ગયો હતો. બનાવ અંગે પોલીસ કંટ્રોલમાં જાણ કરતા એ ડીવીઝન પીઆઈ આર જી બારોટ સહિતનો સ્ટાફ મોનીસ જવેલર્સ ખાતે દોડી ગયો હતો અને સીસીટીવી તથા મોબાઈલ નંબર આધારે લૂંટનો પ્રયાસ કરનાર ભક્તિનગરમાં રહેતા વીજકંપનીના ક્લાસ-2 અધિકારીના પુત્ર બીસીએના છાત્ર દેવેન ધર્મેશભાઇ નકુમ (ઉ.22) હોવાનું ખુલ્યા બાદ તેની ધરપકડ કરી હતી.

વીજકંપનીના ક્લાસ-2 અધિકારી ધર્મેશભાઇ નકુમના પુત્ર દેવેને બીસીએ સુધી અભ્યાસ કર્યો છે. દેવેને ઘરમાં પણ અગાઉ ત્રણેક વખત ચોરી કરી હતી જેથી પરિવારે તેને ઘર માંથી કાઢી મુક્યો હતો. ઘરમાંથી કાઢી મૂકતા તે હોસ્ટેલમાં રહેતો હતો મિત્રો સામે સીન જમાવવા માટે કાર ભાડે લઈને ફરતો હતો. આ કારના ભાડા ચૂકવવા માટે 50 હજારનું દેણું થઇ જતા લુંટનો પ્રયાસ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com