OBC ની ગુંચ સાથે કોકડું નવું આવતા અનેકના સપના રોળાશે, MLA, ભાજપના નેતા અલગ નામો લઈને ફરી રહ્યા છે,
મોટાભાગની ગુજરાતમાં મહાનગરપાલિકાઓમાં હોદેદારોની નિમણૂક થઈ જવા પામી છે, ત્યારે GJ- 18 મહાનગરપાલિકાના હોદેદારોની નિમણુક હવે ૧૦ જૂનના રોજ થઈ જશે, લોકસભાની ચૂંટણીના કારણે બે મહિના વીતી ગયા, બાકી હવે અઢી વર્ષ નહીં પણ સવા બે વર્ષની નિમણૂક માટે હોદેદારો કહી શકાય ત્યારે સેક્ટર ૨૧ ખાતેના કમલમ ખાતે શુક્રવારના રોજ બેઠક મળી હતી, આ બેઠકમાં સેન્સ લેવા વોર્ડ પ્રમુખો, નગરસેવકો, પૂર્વ મેયરો, સંગઠનના હોદેદારોને સાંભળવા ઇન્ટરવ્યૂ રાખ્યા હતા, ત્યારે ઇન્ટરવ્યૂ લેવા પૂર્વ સાંસદ અને ફાયર બ્રાન્ડ જયશ્રીબેન પટેલ, પૂર્વ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ તથા સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી હિંમતભાઈ પડશાળાની ઉપસ્થિતિમાં ઇન્ટરવ્યૂ પ્રક્રિયા હાથ પરવામાં આવી હતી, ત્યારે મુખ્ય અદાકાર અને જેમની જવાબદારી હોય તે શહેર પ્રમુખ રુચિર ભટ્ટ વિદેશ ગયા છે, ત્યારે રુચિરના જવાથી એક ગ્રુપને તો મોકળું મેદાન મળી ગયું હોય તેમ પોતાના નામો સૂચવીને દોડાદોડી કરી રહ્યા છે,
GJ-18 મનપા ખાતે ૧૦ જૂનના રોજ નવા હોદેદારોની નિમણૂક સવા બે વર્ષ માટે હવે કહી શકાય, ત્યારે સામાન્ય સભામાં વરણી કરવામાં આવશે, ત્યારે માર્કેટમાં SPG ગ્રુપ એવા ત્રણ નામો ચાલી રહ્યા છે, એ પછી DGP નવું ગ્રુપ આવ્યું, પછી પાછું, CAM આવ્યું. અને હવે પાછું રાત્રે SJP નામ આવ્યું. ત્યારે એક બાપુને વધેરવા તેમનું નામ મોટું માર્કેટમાં ઉછાળી દીધું છે, બાકી કોમનમેન અને સારી પ્રતિષ્ઠિત વ્યક્તિ હોવા છતાં બાપુ કોઈને નડ્યા નથી, અને બાપુને જોરશોરથી નામ ઉછાળીને ઘડો લાડવો કરવા તત્રો કરાયો છે, ત્યારે એક બાપુના સંબંધો પૂર્વ ગૃહમંત્રીથી લઈને અનેક પૂર્વ જિલ્લા પ્રમુખો અને પ્રદેશ સુધી છે, વેપારી તરીકે પ્રતિષ્ઠિત વ્યક્તિ કહી શકાય બાપુનું લેવલ ખરું, પણ ધંધાર્થી વાણીયા કહેવાય, તેને સિનિયર હોવા છતાં બાપુનું નામ ક્યાંય લેવલમાં લખાતું નથી અને જેમનું નામ ઉછાળ્યું છે. તેમને પાડી દેવા અંડર કરંટ સોપારી આપી હોય તેવો ઘાટ છે,
GJ-18 ઉત્તર અને દક્ષિણના ધારાસભ્ય પોતપોતાના નામ સૂચવી રહ્યા છે. હમણાં એક MLAને નામ સૂચવેલું લિસ્ટ મોકલી ને જણાવેલ કે આમાં સહી કરી દો, ત્યારે MLA જણાવેલ કે આપણે ભલામણ અને નામ સૂચવવા વાળા કોણ? પ્રદેશ કક્ષાએ નક્કી થશે અને MLA દ્વારા કાગળિયું ફાડીને ફેંકી દીધું, ત્યારે હોદેદારોની નિમણૂકમાં જોવા જઈએ તો 2 MLAની અને એક નેતાની રેસ લાગી છે, મૈયરનું પદ મહિલા અનામત છે, ત્યારે મહિલામાં સિનિયર કોણ એ પ્રશ્ન પેચીદો છે, દરેક મહિલાનું ભાજપમાં વર્ષોથી હોય અને ચૂંટણી પ્રચારથી લઈને કાર્યક્રમમાં સૌથી વધારે હાજરી આપેલ હોય તે મહિલા કેટલી? તો એક જ મહિલા ટોપ ઉપર છે, પણ ભાજપમાં આવું દેખાતું નથી, સિનિયોરિટી, વર્ષો જૂના કાર્યકર હવે પગચંપી, ચમચા ગીરી, હા,હજુરી કરે તેમનો નંબર ભલામણ નેતાઓ કરે, બાકી ઓળખાણો અને છ હજુરી કરતા આવડતું હોય તે નગર સેવક ના દાળિયા જ ખાશે બાકી ચાડીયાઓ જ હોદો મેળવે તેવો ઘાટ સર્જાયો છે.
શહેરમાં મહિલા પ્રતિનિધિ મેયરપદ માટેનું છે, મનપામાં ૨૨ મહિલા નગર સેવકો મહિલા છે હાલ પાટીદાર અને બ્રહ્મ સમાજની દોટ લાગી છે, હવે મોટી વાત મનપા ખાતે કબજો કોનો? મનપામાં પીપૂડી નહીં પીપુડો કોનોવાગે? તે હવે ચરશા-ચરશી ચાલી રહી છે, હાલ નામ તો બ્રહ્મ સમાજમાં અંજનાબેન મહેતા, શૈલાબેન ત્રિવેદી, છાયાબેન ત્રિવેદી અને ટોપ ઉપર હેમાબેન ભટ્ટનું આવે છે, પણ ટુઇન વનમાં જોવા માં આવે. તો અંજનાબેન અને શૈલાબેન આવે, વન મેન મહિલા જોવામાં આવે તો પોટલી બાઈ એવા (છાયાબેન ત્રિવેદી) કહી શકાય, ભાજપ માટે શૈલાબેન પણ ગાજ્યા જાય એવા નથી, ત્યારે સુનિલ ત્રિવેદી વિશ્વ હિન્દુ પરિષદથી લઈને વર્ષો સુધી સેવાઓ આપી છે, શૈલાબેનનું કામ પણ પાવરફુલ છે, ત્યારે ભાજપના એક નેતા દીપ્તિબેન મનીષકુમારનું નામ લઈને દોડી રહ્યા છે. ફક્ત એક વ્યક્તિ એવી છે કે પાટીદાર, રાજપુત માંથી મહિલા આવી જાય એટલે બગાસુ ખાતા પતાશું ગૌરાંગ વ્યાસને મળી જાય, ૪૧ નગર સેવકોમાં ગૌરાંગ વ્યાસ એક જ બ્રહ્મસમાજમાંથી નગર સેવક છે. ત્યારે હવે ગામને ગાડું કર્યું હોય તેમ પાટીદાર આવી જાય મહિલા તો પાંચ જેટલા સિનિયર નગર સેવકોનો દાવ પૂરો થઈ જાય, બાકી ૪૮ કલાક બાકી છે, ઊંઘ આવતી નથી, જોકુ લેવા જતાં મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેનની ખુરશી આડે આવે છે. મુંગેરીલાલના સપના ચાલુ થઈ ગયા છે, OBC માટે તો વર્ષોથી લટકણિયું ગાજર રહ્યું છે ત્યારે બે નામ ચર્ચાસ્પદ માર્કેટમાં ઉપડયા છે. ઓબીસીમાં જો પુરુષમાં જોવામાં ચાલે તો માણેકજી ઠાકોર, નટવરજી (નટુજી) ઠાકોરનો ઘોડો રેસમાં દોડે, અને જનરલ સીટ મહિલા અનામત છે, પણ જો OBC ઉપર ધ્યાન પરે તો બે મહિલા ઠાકોર સમાજની પણ માર્કેટમાં મેયર પદે ઊતરી શકે તેમ છે. પણ મોટો પ્રોબ્લેમ જનરલ સીટના કારણે હોવાથી ચેરમેન અને ડેપ્યુટી મેયર પદે મૂકવામાં આવે અને પાર્ટી ઓબીસી માટે વિચારે તો માલેકજી અને નટુજીમાંથી ઘોડો તબેલામાંથી છુટીને સીધો જ મનપાના ડેપ્યુટી મેયર પદે બેસાડી પણ દે, હા, OBC પાસે મતદાન મોટું પણ ઓળખાણની ખાણ નથી, ભગવાન તેરા સહારા, અમિતભાઈ નામ ચલાના તેમ આશા રાખી છે, ત્યારે ઇન્ટરવ્યૂ તો બધાએ આપી દીધા, અને ત્રણ જેટલા નિરીક્ષકો દ્વારા અહેવાલ તો આપી દીધો, પણ હવે દાદાના દરબારમાં પતકડું મોકલી દીધા બાદ હવે છજી આપણા આ નિર્ણય પર
ફોકસ કરશે. હવે ૪૮ કલાક કાઢવા કેમ? તેમ નગર સેવકોને ઊંઘ આવતી નથી, ઓબીસીનું કોકડું આવતા હવે પટેલ, બ્રહ્મ સમાજ, રાજપૂત પછી OBC ને ક્યાં સમાવેશ કરવો એ પ્રશ્ન પેચીદો છે. ત્યારે આવનારા વર્ષોમાં ઓબીસી ઉપર ભાજપનો ફોક્સ રહેવાનો છે.
——
મેયર બંગલે સંકલન બેઠક યોજાઈ તેમાં સાંસદ પ્રભારી ધારાસભ્ય રીટાબેન પટેલ અને અલ્પેશજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા ત્યારે નામનું લિસ્ટ બનાવીને અલ્પેશજી ઠાકોરને જણાવેલ કે આમાં સહી કરો, નામ આ સૂચવ્યા છે, ત્યારે અલ્પેશજીએ નામ જોયા વગર કહી દીધું કે આપણે કોણ નક્કી કરવાવાળા, જે નક્કી થશે તે પ્રદેશ કક્ષાએ અને કેન્દ્રીય ગૃહ મંત્રી નો મતવિસ્તાર હોવાથી તે પોતે નક્કી કરશે, હું ભલામણ કરીશ પણ જે કામ કરતા હોય અને પાયાના કાર્યકરથી લઈને નગરસેવક તરીકેની સેવા ચકાસીને ભલામણ થશે ત્યારે ધારાસભ્ય દક્ષિણના દ્વારા જે લિસ્ટ નું ફરફરીયું હતું તે ફાડીને ફેંકી દીધું હતું, અને સહી કરવાની ના પાડી દેતા સંકલન બેઠક અસંકલન થઈ ગઈ હતી, આ બેઠકમાં ૐજી પટેલ (સાંસદ) પ્રભારી નોકાબેન પણ ઉપસ્થિત રહેલ હતા, બાકી જે નક્કી કરશે તો પ્રદેશ કક્ષાએથી જ નક્કી થશે, ભલામણો કરીને મનપા ઉપર કબજો જમાવવા અને હોદ્દેદારો કહ્યાગરા રાખવાના મતનો હું અલ્પેશ ઠાકોર નથી, સારી કામગીરી, અને નગર સેવક તરીકે દોડી શકે તેની સાચી ભલામણ હું કરીશ, બાકી નહીં, ગાંધીનગર શહેર સંગઠનની અલ્પેશજી ઠાકોરને સમજાવ્યા કે અમે નામ નક્કી કર્યા છે, ભેગા થયા છે અને સંમતીથી સહી કરી દો, ત્યારે સંગઠન ભલામણ કરી શકે પણ ભલામણ સાચી હોવી જોઈએ તેવા મત નો હું છું, બાકી અગાઉ શંભુજી ઠાકોર હતા, ત્યારે ખુશામત કરીને સહી ભલામણ કરાવી લેતા, અને પાર્ટીનો આદેશ હોવાનું કહીને સહી કરાવી લેતા તે હું નથી, આવું એક કાર્યકર દ્વારા જાણવા મળેલ હતું, બાકી હવે નવા નામ ઉછાળીને પત્તા કપાવવા અનેક ગ્રુપો લગે રહો મુન્નાભાઈ ની જેમ લાગી ગયા છે,
જોવા જઈએ તો સાંસદ, ધારાસભ્યના પદ કરતા પણ જોરદાર હોદ્દો હોય તો
તે મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન પદનો છે, આખું શહેરનો રાજા કહી શકાય,
મનપા કોઈને છોડાવી નથી, ટાંગ અડાડવાની જ, કરોડો નહીં અબજોની ગ્રાન્ટો
મનપા પાસે આવે છે, ત્યારે કોંગ્રેસ વખતે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી એ
ભાષણમાં કહ્યું હતું કે કોઈપણ રાજ્યમાં દિલ્હીથી ૧૦૦ની નોટ મોકલવામાં
આવે તો પહોંચતા ૨૦ રૂપિયા થઈ જાય, ૮૦ની ખાયકી, ત્યારે ભ્રષ્ટાચારને
નાથવા PM, CM, અને અમીતશાહે ભ્રષ્ટાચારના ઘણા જ લીકેજ ને સીલ
મારી દીધા અને ડાયરેક્ટ દિલ્હી થી ગુજરાત CM ને ગ્રાન્ટ મળે અને CM
પોતે મનપાને આપે ત્યારે પહેલા દિલ્હી થી ૧૦૦૦ કિલોમીટર દૂરથી ગ્રાન્ટ
આવતી અને ૨૦ રૂપિયા બની જતા, હવે મનપા ૧૦૦ના ૨૦ બનાવી દે છે,
શહેરમાં ૧૦૦૦ કરોડ વપરાયા, ક્યાંય દેખાય છે, ખરા?
મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન બનવા લોકો થનગની રહ્યા છે, તેમાં હજુ પોતાના મત વિસ્તારમાં ગટરના ઢાંકણા નથી નખાવી શકતા, અનેક ફરિયાદો છતાં નગરસેવકો ટલ્લાવે રાખે છે, જે નગર સેવકને વાંધો હોય જે મેં લખ્યું છે, તો કહો, પુરાવા સાથે અને ફોટા સાથે બતાવું, કે કામ ત્રણ મહિનાથી નથી થયા અને હોદ્દેદારોના વાઘા પહેરવા તૈયાર થઈ ગયા છે, મહિલા મેયર માં સક્ષમ કોણ? પોતાના દમ પર જો ભાજપમાં કાર્ય વર્ષોથી કરેલું હોય તેટલી મહિલા કેટલી? હાલ ટુ ઈન વન મહિલા મેયર પતિ જોઈન્ટેડ નામ ચાલે છે, હા, અઢી વર્ષમાં ઘણી જ મહિલા નગર સેવક પાવરફુલ બની છે, હવે મેયર પદની ફેક્ટરી એટલે સેક્ટર ૨૨ નો મત વિસ્તાર કહેવાય, ત્યારે અત્યારે આ ફેક્ટરી માંથી પણ એક નામ જોરશોરથી ચાલી રહ્યું છે બાકી ફિલ્ડમાં ફરતી મહિલાઓને ખાટલે થી પાટલે બેસતી મહિલાઓમાંથી નિમણૂક થાય તો મેયર તરીકે શહેરમાં કામ જોવાય, બાકી |સ્ટેમ્પેડ મહિલા ફક્ત બંગલો, ગાડી અને AC કુલ કરીને કુલ કુલ ઠંડા ઠંડા હવા ખાય તો કોઈ મતલબ ખરો?