ભરૂચના ખાણ ખનીજ વિભાગનો ક્લાસ – 1 ભ્રષ્ટ અધિકારી નરેશ જાની 2 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયો..

Spread the love

ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ભ્રષ્ટાચારના કેસો સામે આવી રહ્યા છે. નોંધનીય છે કે, આવા ભ્રષ્ટાચારના કેસોમાં મોટા ભાગે સરકારી અધિકારીઓની સંડોવણી હોવાનું પણ સામે આવતું હોય છે. સ્વાભાવિક છે કે, ભ્રષ્ટ અધિકારીઓના કારણે સામાન્ય લોકોને વધારે હેરાન થવું પડતું હોય છે. આ દરમિયાન ફરી એક ભ્રષ્ટાચારને કેસ સામે આવ્યો છે. વિગતે વાત કરવામાં આવે તો, ભરૂચના ખાણ ખનીજ વિભાગના ચાર્જમાં રહેલા નરેશ જાનીનો 2 લાખ રૂપિયાની લાંચ માંગણી અને સ્વીકારવાના મામલે વહીવટાની ધરપકડ કરવામાં આવી છે.

આ સાથે સાથે સુરતમાં આવેલા તેના ઘરને પણ સીલ કરવામાં આવ્યું છે. ભરૂચમાં પણ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે અને કપિલ પ્રજાપતિએ પોતાના પરિવારના નામે પણ ભરૂચમાં જમીન ખરીદી હોય અને ભરૂચ ખાણ ખનીજમાં પણ ઝડપાયેલો વહીવટદાર પડ્યો પાથર્યો રહેતો હોવાનો આરોપ પણ લાગ્યો છે.

નોંધનીય છે કે, પગાર કરતા વધુ રૂપિયા મળતા હોય તો ભ્રષ્ટાચારીની દાનત ક્યાં હોય પણ એકવાર આ દાનતનો ઘડો ઉભરાતો હોય છે અને છલકાઈને ખુલ્લો પડતો હોય છે. બસ આવો જ એક ઘડો ભરૂચ જિલ્લાના ખાણ ખનીજ વિભાગના અધિકારી નરેશ જાનીનો સામે આવ્યો છે. સુરતમાં ફરજ પર હોય અને ભરૂચમાં ચાર્જ સંભાળનાર નરેશ જાની ભૂમિઆઓને છાવરતો હોય સાથે તેમની સાથે ભાગીદારી કરતો હોવાના અનેકવાર આક્ષેપ થયા છે. છેલ્લા એક વર્ષથી એક ફરિયાદી હતો. નરેશ જાનીની પ્રોપર્ટી અને તેના ભ્રષ્ટાચાર સામે લડી રહ્યો છે. પરંતુ ઉપલા અધિકારીઓ પણ ફરિયાદીની વાત સાંભળવા તૈયાર નહોતા. સુરતમાં તેનો વહીવટદાર કપિલ પ્રજાપતિ બે લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાઈ જતા ખાણ ખનીજના અધિકારી નરેશ જાનીને ભાગેડુ જાહેર કરાયો છે અને તેના ઘરને પણ સીલ કરવામાં આવ્યું છે.

આ સાથે સાથે કપિલ પ્રજાપતિએ ભરૂચમાં જંબુસર નેત્રંગમાં પણ ભ્રષ્ટાચારથી જમીન ખરીદી હોય અને ભૂ માફિયાઓ પાસેથી પણ રૂપિયા કપિલ પ્રજાપતિ જ વસૂલતો હોવાનો આરોપ લાગ્યો છે. નરેશ જાની સાથે ભાગીદારીમાં ધંધો કરતો હોવાનો પણ આક્ષેપ સાથેનું લિસ્ટ સામે આવ્યું છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા પંથકમાં ભુમાફીયાઓના ડમ્પરોથી રહીશોની પાણીની પાઇપલાઇન પણ લીકેજ થતી હોય અને વારંવાર રજૂઆત કરવા છતાં પણ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને માત્ર ભ્રષ્ટાચાર જ દેખાતો હોય તે પ્રકારે મૌન સેવી બેઠા હતા. અંતે 7 મી વખત સાંસદ બનેલા મનસુખ વસાવા મેદાનમાં ઉતરવું પડ્યું હતું અને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ હપ્તા લઈને વાહનો પસાર કરતા હોવાનો આક્ષેપ પણ સાંસદે કર્યો હતો.

ભરૂચ જિલ્લામાં નર્મદા નદીના ચીરહરણ થતા હોય અને ભૂમાફિયાઓના પાપે નર્મદા નદી ઊંડી થઈ જવાના કારણે નિર્દોષ બાળકો ડૂબી જતા હોવાની ફરિયાદો બાદ પણ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓના રુવાડા ફરકતા ન હતા. વારંવારની ફરિયાદ બાદ પણ ખાણ ખનીજ વિભાગના અધિકારી નરેશ જાનીને માત્ર રાત દિવસ રૂપિયા જ દેખાતા હતા અને ખાણ ખનીજ વિભાગમાં એન્ટી કરપ્શનને જાણ કરવા તથા ફરિયાદ કરવા માટે લાગેલા બોર્ડ શોભાના ગાંઠિયા સમાન હોવાના આક્ષેપો પણ હવે ફરિયાદીઓ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com