જાગો ગ્રાહકો જાગો, ત્યારે ગ્રાહક સુરક્ષા ગ્રાહકો માટેની છે, ત્યારે પ્રજામાં પણ જાગૃતતા આવી છે, કોર્ટ દ્વારા અનેક ચુકાદા ગ્રાહક તરફડમાં આવ્યા છે, ત્યારે વીજ કરંટથી અનેક બનાવો બનતા હોય છે, ત્યારે એક બનાવમાં કોર્ટ ૨૦ લાખ ૪૦ હજારનો વળતરનો આદેશ કર્યો છે,
પ્રાપ્ત વિગતોનુસાર, કલોલ ખાતેના હરે કૃષ્ણ એપાર્ટમેન્ટ ખાતે રહેતા શાહ પરિવારમાંથી પંકજકુમાર શાહ (ઉંમર વર્ષ ૬૮) જેઓ સાંજે વોકિંગ કરવા નીકળેલ ત્યારે ધીમી ધારે વરસાદ ચાલુ હોવાથી વરસાદી પાણી ભરાવવાના લીધે તેઓના ઘરેથી અંદાજિત ૨૫ થી ૩૦ મીટર દૂર મુખ્ય થાંભલા પરનો મૂળ વાયર તૂટી જવાથી તે પાણીમાં પડેલ જે, શોર્ટ સર્કિટ થતા પંકજભાઈ શાહ મૃત્યુ પામેલ, ત્યારે સામા વાળા એવા GEBના અધિકારી દ્વારા જણાવેલ કે મૂળ થાંભલા ને જોડાયેલો વાયર તેમના ઉપર પડે તો GEB દ્વારા બચાવમાં જણાવેલ કે સિસ્ટમ ઓટોમેટીક બંધ થઈ જાય છે, ત્યારે ફરિયાદી દ્વારા જણાવેલ કે અકસ્માત થયેલ ત્યારે વીજ બંધ થયેલ નહીં, જેથી ગુજરનારનું ઘટના સ્થળે ઈલેક્ટ્રીક શોર્ટ સર્કિટથી મૃત્યુ થયેલ અને અન્ય બે વ્યક્તિને વીજળીના ઝાટકા લાગેલ અને સ્થળ ઉપર ૧૦૮ એમ્બ્યુલન્સ ને બોલાવતા તેઓ ગુજરનાર ને મૃત જાહેર કરી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા, ત્યારે મરનારની વાર્ષિક આવક ૧૦ લાખ હતી, પોતે એકાઉન્ટન્ટ હતા, બાદમાં આજુબાજુના પાડોશી દ્વારા વીજ કરંટથી સ્પાર્ક પણ બે દિવસ થયા હતા, પરંતુ ઈદ્વારા કોઈ પગલા લેવામાં આવ્યા ન હતા ઘટના બાદ પણ ૨૦ થી ૨૫ મિનિટ પુરવઠો ચાલુ રહ્યો હતો, ત્યારબાદ પ્રાથમિક સહાય તરીકે વીજ કંપની તરીકે ગુજરનારને ૫૦,૦૦૦ ચૂકવી દેવામાં આવેલ,
વધુમાં ફરિયાદી દ્વારા તમામ પુરાવા, નિવેદન, મરનાર નું ઘર થાંભલાથી ૨૫ થી ૩૦ મીટર દૂર હતું, ઘટના બાદ વીજ કંપનીને જાણ કરતા ઉચિત પગલા લેવામાં આવેલ નહી, ફક્ત ફરિયાદીને ૫૦,૦૦૦ ની રકમ વીજ દ્વારા આપેલ બીજું કોઈ વળતર આપેલ નહીં, ત્યારે ફરિયાદીની વિધવા એવા રેમાબેન પી શાહ, બીજલબેન, મિતલબેન શાહ, પુત્રી છે, હિરેન શાહ પુત્ર દ્વારા ગ્રાહક સુરક્ષા ફોરમમાં ફરિયાદ કરેલ જે ફરિયાદમાં તમામ પુરાવાથી લઈને સામા પક્ષે GEB ની રજૂઆતો બાદ ગ્રાહક સુરક્ષા ફોરમ ના પ્રમુખ ડિ. ટી. સોની, સભ્ય ડો. એસ આર પંડયા દ્વારા ચુકાદો આપેલ જેમાં અરજદારને ખર્ચ પેટે ૧૫ હજાર તથા ૬-૧૧-૨૦૨૩ થી આજ દિન સુધી ૨૦ લાખ ૪૦ હજાર આઠ ટકા વ્યાજ સાથે ચૂકવવાનો હુકમ કરવામાં આવતા, આ હુકમની ચર્ચા શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં જે વીજ કરંટથી મૃત્યુ પામેલ તેમાં ચર્ચાસ્પદ બની છે,
બોક્સ
– જાગો ગ્રાહકો જાગો, ત્યારે ગ્રાહક ની વહારે ગ્રાહક સુરક્ષા હર હંમેશા ન્યાય આપ્યો છે, ત્યારે ગ્રાહક સુરક્ષા દ્વારા આપેલ જજમેન્ટ થી શહેરમાં ચર્ચાસ્પદ વિષય બન્યો છે, યખ્ત-૧૮ શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં અનેક ઘટનાઓ વિજ કરંટથી બનેલ છે, ત્યારે આ જજમેન્ટ અનેક લોકો માટે આશીર્વાદ રૂપ પણ કહી શકાય, શોર્ટ સર્કિટ અને કરંટ લાગવાની ચોમાસામાં ઘણા જ લોકો મૃત્યુ પામે છે,