આજે ગાંધીનગર ખાતે ટેટ અને ટાટ પાસ ઉમેદવારો દ્વારા કાયમી ભરતીની માંગ સાથે વિરોધ પ્રદર્શન યોજાયુ હતું.. આ દરમ્યાન પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોની ટિંગાટોળી કરી તેમની અટકાય કરી હતી.
TET અને TAT પાસ ઉમેદવારો છેલ્લા ઘણા સમયથી કાયમી ભરતીની માંગ કરી રહ્યા છે. પરંતુ આ માંગ ન સંતોષાતા આજે ગાંધીનગરમાં TET અને TAT પાસ ઉમેદવારોએ કાયમી ભરતીની માંગ સાથે વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યુ છે.
જો કે આ વિરોધ પ્રદર્શનને પગલે પોલીસતંત્ર પહેલેથીજ સતર્ક થઇ ગયુ હતું.. અને સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દીધી હતી… ગાંધીનગર સચિવાલય ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. .
દરમ્યાન એવી ખબર પણ સામે આવી છે કે વિરોધ પ્રદર્શન કરી રહેલા કેટલાક ઉમેદવારોની પોલીસે અટકાયત કરી લીધી છે. સુત્રોનું માનીએ તો ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી પણ સ્થળ પર આંદોલનકારીઓના સમર્થનમાં પહોંચી ગયા હતા. પરંતુ પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે.
ઉમેદવારોનું કહેવું છે કે, ઘણા સમયથી અમે સરકાર સમક્ષ રજુઆત કરીને થકી ગયા છીએ. અમારી માંગ સ્વીકારવામા આવતી નથી. સરકાર સરકારી સ્કૂલોમાં શિક્ષકોની ઘટ હોવા છતાં કાયમી શિક્ષકોની ભરતી કરતી નથી. ઉમેદવારો ઉગ્ર સુત્રોચ્ચાર અને વિરોધ કરે તે પહેલાં જ પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી.