બાલાજી વેફર્સ જે ગુજરાતમાં એક લોકપ્રિય બ્રાન્ડ છે, તે ઘણા રાજ્યોમાં મોટી માત્રામાં વેચાય છે અને તમામ ઉંમરના અને વર્ગના લોકો ખૂબ જ ચાઉંથી ખાય છે. જામનગરમાં બાલાજી વેફર્સના પેકેટમાંથી મૃત દેડકો મળી આવ્યો છ. નવાઈની વાત એ છે કે દેડકો વેફરની સાથે તળાય ગયો હતો. ઉલ્લેખનીય છે કે મુંબઈમાં બે દિવસ પહેલાં જ આઈસ્ક્રીમમાં માણસની આંગળી મળી આવી હતી અને હવે ચિપ્સના પેકેટમાંથી દેડકા મળી આવ્યા છે.
ફરિયાદી યાસ્મીન પટેલે મીડિયાને જણાવ્યું કે, તેની ભત્રીજી બાલાજી વેફર્સની ક્રન્ચીસ વેફરનું પેકેટ લાવી હતી અને પેકેટમાંથી અડધું ખાધા બાદ તેમાં મૃત દેડકો હોવાનું જણાયું હતું. પહેલાં તો કોઈએ આ વાત પર વિશ્વાસ ન કર્યો, પરંતુ જ્યારે તેઓએ પોતાની આંખે જોયું તો તેઓ ચોંકી ગયો હતો. આ અંગે યાસ્મીન પહેલા પેકેટ વેચનાર દુકાનદાર, પછી એજન્સી અને પછી બાલાજી વેફર્સની કસ્ટમર કેર સુધી પહોંચી, પરંતુ કંપનીના કસ્ટમર કેરે જવાબ આપ્યો કે તે ઈચ્છે તે પગલાં લઈ શકે છે.
માહિતી મળતાની સાથે જ રાજ્યના ખાદ્ય વિભાગની ટીમ પણ કાર્યવાહી કરવા વેફર વેચનારની દુકાને પહોંચી હતી અને વેફરના અન્ય પેકેટોની તપાસ કરી હતી.
આવી જ અસંબંધિત ઘટનામાં ઇન્સ્ટાગ્રામ પર એક મહિલાએ દાવો કર્યો હતો કે, તેને હર્શીની ચોકલેટ સિરપની બોટલમાં મૃત ઉંદર મળ્યો હતો. તેણીએ લોકોને વિનંતી કરી કે તમારી આંખો ખુલ્લી રાખો કારણ કે તેણીએ આઘાતજનક શોધ વીડિયો રેકૉર્ડ કરી અને તેને સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં પ્રમી શ્રીધરે લખ્યું કે, “અમે ઝેપ્ટોમાંથી હર્શીની ચોકલેટ સીરપ બ્રાઉની કેક સાથે ખાવા માટે મંગાવી હતી. અમે કેક સાથે રેડવાની શરૂઆત કરી, સતત નાના વાળ પકડ્યા, ખોલવાનું નક્કી કર્યું. ઓપનિંગ સીલબંધ અને અકબંધ હતું. અમે ખોલીને ડિસ્પોઝેબલ ગ્લાસમાં રેડ્યું, મૃત ઉંદરને ફરીથી પુષ્ટિ માટે વહેતા પાણીમાં ધોવાથી, તે મૃત ઉંદર છે, એની ખાતરી થઈ”
તેણીની પોસ્ટમાં, પ્રમીએ એમ પણ કહ્યું હતું કે, તેના પરિવારના ઘણા સભ્યો સિરપનો સ્વાદ ચાખ્યા બાદ બીમાર પડ્યા હતા અને આ ક્ષણે સ્વસ્થ થઈ રહ્યા છે. તેણીએ લખ્યું કે, “કૃપા કરીને તમે શું ખાઓ છો અને ઓર્ડર કરી રહ્યા છો તેના વિશે જાગૃત રહો. કૃપા કરીને બાળકોને આપતી વખતે તપાસો.”