પેપર લીકની ઘટનાઓ પર દેશભરમાં હોબાળો મચેલો છે. આખો મામલો હવે રાજકીય રુપ ધારણ કરતો જોયા છે. કોંગ્રેસ પાર્ટી શરુઆતથી આખા મામલા પર પ્રહારો કરે છે અને કેન્દ્ર સરકારની નીતિઓનો ઘેરાવ કરી રહ્યા છે. હવે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફ્રેન્સ કરીને કેન્દ્ર પર મોટો આરોપ લગાવ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, પેપર લીકની ઘટનાઓ ભાજપનું મોટું ષડયંત્ર છે.
ભાજપની પ્રયોગશાળા પેપર લીકનું એપી સેન્ટર બની ચુક્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, એક સમયે મધ્ય પ્રદેશમાં વ્યાપમ કૌભાંડ થયું હતું. હવે આખા દેશમાં લાગૂ થઈ રહ્યું છે. તેની સાથે જ તેમણે જણાવ્યું કે, આખરે પેપર લીકને કેવી રીતે રોકી શકાય છે.
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે, હું શરુઆતથી કહેતો આવ્યો છું કે, ભાજપ સરકાર દેશની તમામ સંસ્થાઓને ધીમે ધીમે ધ્વસ્ત કરી રહી છે. તેના પર પોતાની વિચારધાર થોપવાનું કામ કરી રહી છે. હવે શિક્ષણ સાથે જોડાયેલી સંસ્થાઓમાં આવું થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે, આજે પેપર લીક એટલા માટે થઈ રહ્યા છે કેમ કે દેશની એજ્યુકેશન સિસ્ટમ પર ભાજપના મૂળ સંગઠનનો એક પ્રકારે કબ્જો થઈ ગયો છે.
પ્રેસ કોન્ફ્રેન્સ દરમ્યાન રાહુલ ગાંધીએ આખા મામલાને લઈને ડાયરેક્ટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જવાબદાર ગણાવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે, પેપર લીકને સરકારનું સંરક્ષણ છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, જ્યાં સુધી એજ્યુકેશન સિસ્ટમથી ભાજપના લોકોનો કબ્જો ખતમ નહીં થાય. ત્યાં સુધી પેપર લીકને પણ રોકી શકાશે નહીં.
તેની સાથે તેમણે એવું પણ કહ્યું કે, હિન્દુસ્તાનમાં ઘણા બધા ઈમાનદાર લોકો છે. જો ઈમાનદાર લોકોને કામ મળે તો પેપર લીક નહીં થાય. જો ફક્ત ખુદની વિચારધારા સાથે જોડાયેલા લોકોને કામ આપવામાં આવશે તો પેપર લીક થતાં રહેશે.