ગુજરાતનું કહેવાતું GJ-18 ખાતે નવા હોદ્દેદારોની નિમણૂક થઈ ગઈ છે, ત્યારે એક મહિનાથી કોકડું ગુંચવાયેલું હતું ત્યારે ૧૮ તારીખે આ કોકડુંની ગુચ નીકળી, કોકડું તો ઉકેલાઈ ગયું પણ ભાજપમાં હાલ નારાજગી સ્પષ્ટ જોઈ શકાય છે, તેમાં ભાજપના પૂર્વ શહેર પ્રમુખ અને નગર સેવક મહેન્દ્ર (દાસ) પટેલ ત્રણેય હોદ્દેદારોની નિમણૂક બાદ શુભેચ્છા પાઠવા દેખાતા નથી, પણ જોવા જઈએ તો 41 નગર સેવકોમાં સિનિયર હોય તો મહેન્દ્ર (દાસ) કહી શકાય, સંગઠનનો એક્કો ગણી શકાય, ત્યારે 41 નગર સેવકોમાં કોને મૂકવા તે પ્રશ્ન પાર્ટીને પણ મળી ગયો હતો, પાર્ટીએ નો રીપીટ થિયરી બાદ તેઓ ફ્લો વધારી દીધો જેમાં જુના કાર્યકરો રહી ગયા જેવો ઘાટ સર્જાયો છે, ત્યારે પાટીદારમાં મહિલા મેયર મીરાબેન ની નિમણૂક થતા મહેન્દ્ર(દાસ) જે સિલેક્ટમાં હતા, તે ડીલીટ થઈ ગયા હતા, બાકી સ્ટેન્ડિંગ કમિટીમાં નામ મોખરે ચાલ્યું હતું, બાકી અને કાર્યકરોમાં પણ દુઃખની લાગણી છે, દરેક વખતે દાસને મોંમાં આવેલો કોળીયો ઝૂંટવાઈ જાય તેવો ઘાટ સર્જાય છે, બાકી સહેજ સંગઠન પણ ટન ટના ટન ચલાવ્યું હતું, કયા વોર્ડમાં કયો કાર્યકરથી લઈને બુથ વાઇસ તમામ માહિતી આ મોરલા પાસે મળી જાય, બાકી પાર્ટીના નિર્ણય સામે અનેક લાચાર છે, પણ જેમણે આટલા વર્ષો પક્ષમાં કાઢ્યા હોય એટલે દુઃખ થાય,
બીજા ભાથી માણેકજી ઠાકોર પણ નિમણૂક બાદ હોદ્દો ગ્રહણ કરવામાં આવ્યો, ત્યારે શુભેચ્છા પાઠવવા દેખાયા નથી, બાકી માણેકજીનું નામ ટોપ લેવલે ચાલ્યું હતું, પણ વિસ્તાર અને OLD GJ-18 તથા ન્યુ GJ-18 માંથી સમાવેશ કરવા પડે એટલે માણેકજીના બદલે નટુજી ની લોટરી લાગી ગઈ, બાકી નટુજી ઠાકોર સમાજના નામાંકિત વ્યક્તિ ઉપરાંત ઠાકોર સેનામાં પણ મોટું વર્ચસ્વ ચલાવે છે, ત્યારે પ્રથમવાર ઠાકોર સમાજને હોદ્દો મળતા ઓબીસી સમાજમાં એક મેસેજ મજબૂત જવાબ પામ્યો છે, બાકી માણેકજી પોતે ત્રણ ટર્મથી વધારે સરપંચ રહેલા છે, ભાજપમાં સિનિયર ગણી શકાય, ત્યારે તેમની નારાજગી જોઈ શકાય છે,
શ્રીજી મહિલા ઉમેદવાર ગીતાબેન ચંદ્રકાંત પટેલ છે, જેમની નિમણૂક થવાની હતી, ત્યારે દેખાયા હતા, પછી શુભેચ્છા પાઠવવા દેખાયા ન હતા, પોતે તાલુકા સદસ્ય બે વાર રહી ચૂકેલા છે, ભાજપમાં વર્ષોથી આ મહિલા છે, ખોરજથી લઈને આજુબાજુના ગામડા પણ નામાંકિત વ્યક્તિ તરીકે કહી શકાય, તેમનું નામ મંત્રી પદે પ્રથમ ચાલ્યું પણ આ વોર્ડમાંથી જશુ પટેલ ચેરમેન રહી ચૂકેલ હોવાથી નામ કપાઈ ગયું હતું, બાકી લાગતા વળગતા સૌને ભલામણ કરેલી પણ ભલામણ વ્યર્થ જતા નારાજગી દેખાઈ આવી હતી, ત્યારે ત્રણ જેટલા નગરસેવકો નિમણૂક બાદ હોદ્દો ગ્રહણ કર્યા બાદ શુભેચ્છા પાઠવવા દેખાયા નથી,…..
બોક્સ
– ભાજપમાં 41 નગર સેવકો ચૂંટાયા હોય એટલે પાર્ટી સૌને તો ન્યાય ન આપી શકે, સમાજથી લઈને અનેક પાસાઓ ચકાસવા પડતા હોય છે, બાકી છેલ્લી ઘડી સુધી તડામાર ચાલેલું નામમાં મહેન્દ્ર (દાસ) પટેલ, માણેકજી ઠાકોરની નારાજગી દેખાઈ આવી હતી, બાકી વર્ષો જૂના કાર્યકરથી લઈને અનેક પક્ષ માટે સેવાઓ કરેલ, ત્યારે મોઢે આવેલું નામ ચેન્જ થતા હાલ તો ગમમાં છે, પણ શહેર પ્રમુખ પોતે રહી ચૂક્યા છે એટલે પાર્ટી (પક્ષ)ની સ્થિતિ પણ સમજીને પછી મોરલો દોડતો આવશે…..