રશિયાના દાગિસ્તાનમાં રવિવારે તે સમયે હાહાકાર મચી ગયો, જ્યારે ત્યાં એક પ્રાર્થનાઘર, એક રુઢિવાદી ચર્ચ અને એક પોલીસ ચોકી પર બંદૂકધારીઓએ હુમલો કરી દીધો હતો. જેમાં કમસે કમ 7 પોલીસ અધિકારીઓના મોત થઈ ગયા છે. દાગિસ્તાનમાં આંતરિક મામલાના મંત્રાલયે આ જાણકારી આપી છે. અહીં પહેલા પણ 1990 અને 2000ના દાયકાના પ્રારંભમાં અલગાવવાદી હિંસા જોવા મળી હતી.
મળેલી જાણકારી અનુસાર, પ્રાર્થના ઘર અને ચર્ચ બંને ડર્બેટ શહેરમાં આવેલા છે. અહીં મુખ્યત્વે મુસ્લિમ બહુમતીવાળા ઉત્તરી કાકેશસનો વિસ્તાર છે. પ્રાચીન યહૂદી સમુદાયના લોકો રહે છે. તો વળી આતંકીઓએ દાગિસ્તાનની રાજધાની માખચકાલામાં પોલીસ ચોકી પર હુમલો કર્યો, જે અહીંથી લગભગ 125 કિમી દૂર છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે, હુમલા બાદ પ્રાર્થના ઘરમાં આગ લાગી ગઈ હતી અને ચર્ચામાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા.
એક રિપોર્ટ અનુસાર, દેશના આંતરિક મામલાના મંત્રાલયે જણાવ્યું કે, બે હુમલાખોરોએ ગોળીઓ મારવા લાગ્યા હતા. ડર્બેટમાં હુમલાખોરોએ પહેલા એક કારમાં ભાગતા જોવા મળ્યા હતા. દાગિસ્તાનના પ્રમુખ સર્ગેઈ મેલિકોવે કહ્યું કે, આજે રાતે ડર્બેટ અને માખચકાલામાં અજાણ્યા લોકોએ સાર્વજનિક સ્થિતિને અસ્થિર કરવાનો પ્રયાસ કર્યો. દાગિસ્તાન પોલીસ અધિકારી રસ્તામાં ઊભા હતા. પ્રારંભિક જાણકારી અનુસાર, તેમાંથી અમુક હતાહત થયા છે. તમામ સેવાઓ નિર્દેશો અનુસાર કામ કરી રહી છે. હુમલાખોરોની ઓળખાણ થઈ રહી છે.