ભીષણ ગરમીના કારણે માનવીની હાલત ખરાબ થઇ રહી છે અને ઝાડ-પાન સૂકાઇ રહ્યાં છે. હાલ એક-બે દિવસમાં ક્યાંક થોડોઘણો વરસાદ પડ્યો છે, જેનાથી ગરમી અને આકરા તાપથી લોકોને થોડી રાહત મળી છે. બની શકે છે કે જલ્દી જ મોનસૂન દસ્તક આપી દે, પરંતુ પાછલા દોઢ મહિનાથી માનવીની સાથે આકરો તાપ ઘરમાં રહેલા ઝાડ-છોડને પણ બાળી રહ્યાં છે.
પ્રોપર કેર, પાણી આપ્યા બાદ પણ તમારા ઘરની બાલ્કની, છત કે આંગણામાં રહેલા છોડ સૂકાઇ રહ્યાં છે અને પાન બળી રહ્યાં છો તો તમે તેને તોડીને ફેંકશો નહીં. તમારા ઘરના કિચનમાં રહેલી વસ્તુઓથી આ છોડમાં નવા પ્રાણ ફૂંકી શકો છો.
તમારા ઘરમાં ભાતમાં રોજ બનતા જ હશે. તમે ચોખા ધુઓ છો તો તેનું પાણી ન ફેંકો, પરંતુ આ પાણીને કરમાયેલા છોડના કુંડામાં નાંખી દો. તમે તેમાં થોડું વ્હાઇટ વિનેગર, સોડા પણ નાંખી શકો છો. તમે થોજા દિવસ સુધી આ કરી જુઓ, છોડ ફરીથી હર્યોભર્યો બની જશે. પાન પણ લીલાછમ થઇ જશે અને નવી ડાળીઓ પણ ફૂટશે.
થોડા દિવસો માટે છોડ પર બેકિંગ સોડાનો સ્પ્રે કરી જુઓ. બેકિંગ સોડા ઘણી હદ સુધી છોડ પર લાગેલી જીવાતનો સફાયો કરવા માટે કારગર ઘરેલુ ઉપાય છે. તેના માટે તમે એકથી બે ચમચી બેકિંગ સોડાને બેથી ત્રણ લીટર પાણીમાં નાંખો અને સારી રીતે મિક્સ કરીને એક સ્પ્રે બોટલમાં ભરી દો. તેને છોડ પર સારી રીતે છાંટી દો. તમે જોશો કે છોડ લીલોછમ થવાનું શરૂ થઇ જશે.