આજે ‘આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ’: એલિક્ઝિર ફાઉન્ડેશન અને ઇન્વિન્સીબલ એનજીઓના સહયોગથી ‘રાઇડ ફોર યુથ’ કાર્યક્રમનું આયોજન કરતી એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચ

Spread the love

એસ.ઓ.જી ક્રાઇમ બ્રાંચ ના અધિકારીઓશ્રીઓ તથા કર્મચારીઓ તથા અલગ અલગ રાયડર જુથના આશરે ૨૦૦ જેટલા બાઇક રાઇડર્સોએ ભાગ લીધો

અમદાવાદ

પોલીસ કમિશનર અમદાવાદ તથા સંયુક્ત પોલીસ કમિશનર, ક્રાઇમ બ્રાંચ એ અમદાવાદ શહેર વિસ્તારમાં નાર્કોટીક્સની બદીઓ દુર કરવા સારૂ ડ્રગ્સ અવેરનેશના કાર્યક્રમો કરવા જરૂરી સૂચનો કરેલ જે અન્વયે આજરોજ તા.૨૬/૦૬/૨૦૨૪ ના રોજ ડ્રગ એબ્યુઝ સામેના આંતરરાષ્ટ્રીય દિવસની માન્યતામાં અમદાવાદ શહેર એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચ દ્વારા એલિક્ઝિર ફાઉન્ડેશન અને ઇન્વિન્સીબલ એનજીઓના સહયોગથી ડ્રગના દુરૂપયોગ વિશે જાગૃતિ ફેલાવવા માટે ‘રાઇડ ફોર યુથ’ કાર્યક્રમનું આયોજન કરેલ. જેમાં એસ.ઓ.જી ક્રાઇમ બ્રાંચ ના અધિકારીઓશ્રીઓ તથા કર્મચારીઓ તથા અલગ અલગ રાયડર જુથના આશરે ૨૦૦ જેટલા બાઇક રાઇડર્સોએ ભાગ લીધેલ. જે બાઇક રાઈડસનુ ફ્લેગ ઓફ શ્રી જયરાજસિંહ વાળા IPS, ડી.સી.પી.એસ.ઓ.જી નાઓએ કરેલ. જે બાઇક રાઇડસ સવારના કલાક ૦૬/૩૦ વાગ્યે પકવાન ચાર રસ્તાથી શરૂ કરી તાજ હોટલ થઇ યુ ટર્ન લઇ પકવાન ચાર રસ્તા થઇ ગુરૂદ્રાર થઇ થલતેજ ચાર રસ્તા થઇ દુરદર્શન ચાર રસ્તા થઇ હેલ્મેટ સર્કલ થઇ કોમર્સ સિક્સ રોડ થઇ સ્વસ્તીક ચાર રસ્તા થઇ પંચવટી ક્રોસ રોડ થઇ આંબાવાડી ચાર રસ્તા થઇ નહેરૂનગર થઇ શિવરંજની ચાર રસ્તા થી ડાબી બાજુ વળી શ્યામલ ચાર રસ્તા થઈ જીવરાજ પાર્ક થઇ વાસણા રોડ થઇ એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચ ખાતે ક.૦૮/૦૦ વાગ્યે પુર્ણ થયેલ. ત્યારબાદ “SAY YES TO LIFE, SAY NO TO DRUGS” અભિયાન અંતર્ગત ના.પો.કમિ.શ્રી, એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચ દ્વારા બાઇક રાયડર્સોને નશાના દૂષણથી કેવી રીતે દૂર રહી શકાય અને સમાજમાં તે અંગે કઇ રીતે જાગૃતતા લાવી શકાય તે અંગે પ્રેરણાત્મક માર્ગદર્શન આપવામાં આવેલ. અંતમાં “SAY YES TO LIFE” “SAY NO TO DRUGS” ના બેનર સાથે ડ્રગ્સના દુષણથી દુર રહેવા સારૂ તમામને સપથ લેવડાવવામાં આવેલ તેમજ ભારત સરકારનાં ગૃહ મંત્રાલય દ્વારા જારી કરેલ https://pledge.mygov.in/fishtagainstdrugabuse/ સાઇટ ના માધ્યમથી ePledge લેવડાવવામાં આવેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com