સાઉથી આફ્રિકી દેશ કેન્યા સળગી રહ્યો છે ત્યાં સુધી કે હવે સંસદ પણ સલામત રહી નથી. મંગળવારે કેન્યામાં ભારે વિવાદ થયો હતો. અહીં પોલીસે સંસદમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કર્યો હતો. જેમાં ઓછામાં ઓછા 10 પ્રદર્શનકારીઓના મોત થયા છે. રોષે ભરાયેલા ટોળાએ સંસદભવનના કેટલાક ભાગોમાં આગ લગાવી દીધી હતી. સાંસદો ટેક્સ સંબંધિત બિલ પસાર કરી રહ્યા હતા ત્યારે પ્રદર્શનકારીઓએ આગ લગાડી હતી.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં પ્રદર્શનકારીઓ પોલીસ પર દબાણ અને સંસદમાં ઘૂસવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. જો કે, પોલીસ તેમનો પીછો કરે છે અને આ દરમિયાન સંસદમાં જ્વાળાઓ જોઈ શકાય છે. જ્યારે ટોળાને વિખેરવામાં ટીયર ગેસ અને વોટર કેનન્સ નિષ્ફળ ગયા ત્યારે પોલીસે ગોળીબાર કર્યો.
કેન્યા સરકારે નવા ફાઈનાન્સ બીલને મંજૂરી આપી છે બીલમાં ટેક્સ વધારાની દરખાસ્ત છે અને હાલમાં કેન્યા આર્થિક સંકડામણમાં છે આવી સ્થિતિમાં લોકો તેના વિરોધમાં ઉતર્યાં હતા.