ગીફટ સીટીમાં દારૂના ધંધામાં મંદી, મોંઘો દારૂ પીવે કોણ ?..

Spread the love

નશાબંધીની નીતિ ધરાવતા ગાંધીનાં ગુજરાતમાં નિર્માણ પામેલા આંતરરાષ્ટ્રીય ફાઈનાન્સીયલ હબ એવા ગીફટ સીટીમાં દારૂબંધીમાં છુટછાટો અપાતા ભારે હોબાળો સર્જાયો હતો પરંતુ આશ્ચર્યજનક રીતે એવુ બહાર આવ્યુ છે કે શરાબ નીતિમાં છુટછાટ છતાં દારૂનુ ખાસ વેચાણ નથી. છેલ્લા ચાર માસમાં માત્ર 600 લીટર શરાબનુ વેચાણ થયુ છે અને તેમાં પણ 450 લીટર બીયર હતું.

સતાવાર રિપોર્ટમાં એમ જણાવવામાં આવ્યું છે કે, 1લી માર્ચથી ચાર માસમાં માત્ર 500 કર્મચારીઓએ શરાબ સેવન માટે અરજી કરીને પરમીટ મેળવી છે. વાસ્તવમાં ગીફટસીટીમાં જુદી-જુદી ઓફિસોમાં 24000થી વધુ કર્મચારીઓ કામ કરે છે. આ સિવાય 250 મુલાકાતીઓને શરાબ સેવનની પરમીટ ઈસ્યુ કરવામાં આવી હતી.

સૂત્રોના કહેવા પ્રમાણે રાજય સરકારે ગીફટ સીટીમાં દારૂના વેચાણ તથા પીવા માટે શરતી છુટ્ટ આપતુ જાહેરનામુ 31 ડિસેમ્બર 2023ના રોજ પ્રસિદ્ધ કરાયુ હતુ પરંતુ અમલ 1 માર્ચથી શરૂ થયો હતો. બે માસના સમયમાં અરજી સ્વીકારવા સહિતની અન્ય પ્રક્રિયા કરવામાં આવી હતી. નશાબંધી વિભાગે પણ દારૂના વેચાણ તથા સેવનના આંકડા મેળવવાનુ 1લી માચથી જ શરૂ કર્યુ હતું.

રાજય સરકારના ઉચ્ચસ્તરીય સૂત્રોએ જણાવ્યું હતું કે, દારૂબંધીમાં છુટછાટ છતાં કોઈ ખાસ સારો પ્રતિસાદ ન મળવાની બાબત પર સરકારમાં ચર્ચા થઈ હતી. વિવિધ પક્ષકારો-સંબંધીતોના અભિપ્રાયો મેળવાયા હતા અને કેટલાક કારણો સ્પષ્ટ થયા હતા.

ગીફટ સીટીમાં દારૂના વેચાણને નબળો પ્રતિસાદ મળવા પાછળનુ સૌથી મોટુ કારણ ધરખમ ઉંચી કિંમત હોવાનું માલુમ પડયુ છે. રાજયભરની પરમીટ શોપમાં વેચાતા દારૂની કિંમત કરતા ત્રણ ગણી કિંમતે ગીફટ સીટીમાં દારૂ મળતો હોવાનું બહાર આવ્યું છે.

આ સિવાય નિયમ પ્રમાણે ગીફટ સીટીની મુલાકાતે આવતા મુલાકાતીને દારૂ પીવો હોય તો સંબંધીત કંપનીના કર્મચારીની હાજરી પણ અનિવાર્ય છે. કર્મચારીઓ પોતપોતાના કામમાં વ્યસ્ત હોય છે ત્યારે મુલાકાતી સાથે રહી શકે તે શકય બનતુ નથી.

આ બન્ને મુખ્ય બાબતોને ધ્યાનમાં રાખીને રાજય સરકારે ગીફટ સીટીમાં દારૂના વેચાણ તથા સેવન માટેના નિયમો-ગાઈડલાઈનમાં યોગ્ય સુધારા કરવાની વિચારણા શરૂ કરી છે. ગીફટ સીટીમાં દુનિયાભરમાંથી તથા ભારતના અન્ય રાજયોમાંથી પણ મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવે છે ત્યારે આ ફાઈનાન્સીયલ હબમાં યોગ્ય વાતાવરણ સર્જાય તે માટે જરૂરી ફેરફારો કરવાનો ઉદેશ છે.

સ્થાપના કાળથી દારૂબંધીની નીતિ ધરાવતા ગુજરાતમાં રાજયની ભાજપ સરકારે ગત ડિસેમ્બરમાં હિંમતભર્યો નિર્ણય લઈને ગીફટ સીટીમાં દારૂના વેચાણ અને સેવનની શરતી છુટ્ટ આપી હતી.

ગીફટ સીટીના લોકો- કર્મચારીઓ સામાજીક રીતે યોગ્ય વાતાવરણ મેળવી શકે તે માટે વાઈન એન્ડ ડાઈનાની છુટ્ટ આપી હતી. વૈશ્વિક કર્મચારીઓ હોવાથી આવી છુટ્ટછાટ આપવામાં આવી હતી. જો કે, તે માટે ચોકકસ શરતો-નિયમો સાથેની ગાઈડલાઈન ઈસ્યુ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com