નીટ પરીક્ષા પેપરલીક : ગોધરાની જલારામ ઈન્ટરનેશનલ સ્કુલના સંચાલક સામે તપાસ એજન્સી ગંભીરતાથી તપાસ કેમ કરતી નથી ?:ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા ડૉ. મનિષ દોશી

Spread the love

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી

જય જલારામ ઈન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટીશ્રી દિક્ષિત પટેલ, અમદાવાદ થી દિલ્હી ૧૨મી માર્ચ કોને મળવા માટે ગયા હતા ? શું આ એક દિવસની દિલ્હી મુલાકાત ક્યા ક્યા વિશેષ વ્યક્તિઓ સાથે મીટીંગ કરી ?

અમદાવાદ

મેડીકલ અભ્યાસક્રમ પ્રવેશ માટે લેવાતી નીટની પરીક્ષામાં પેપરલીક સહિતના ગોટાળાઓ ગેરરીતિ-ગોલમાલમાં એક પછી એક કાળા ચિઠ્ઠા સામે આવી રહ્યાં છે. ગોધરામાં લાખો રૂપિયા લઈને NEET પરિક્ષાર્થીઓના પેપર ‘નિષ્ણાંતો’એ લખ્યા હતા, ‘પેપર પેક’ કરવા માટે ફાળવાયેલા અર્ધા કલાકમાં જ મોટા ખેલ પડયાઃ ‘જે સવાલના જવાબ ન આવડે તે કોરા રાખવા વિદ્યાર્થીઓને કહેવાયુ હતુ, પછી નિષ્ણાંતોએ તે જગ્યા ભરી દીધી હતી. આ સમગ્ર કૌભાંડ જ્યાં થયુ તે ગોધરાની જલારામ ઈન્ટરનેશનલ સ્કુલના સંચાલક સામે તપાસ એજન્સી ગંભીરતાથી તપાસ કેમ કરતી નથી ? તેવો ગંભીર પ્રશ્ન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, સરકારી ઈજનેરી કોલેજ તૈયાર હોવા છતાં ગોધરા ખાતેની જય જલારામ ઈન્ટરનેશનલ સ્કૂલને NEETનું પરીક્ષા કેન્દ્ર કેવી રીતે ફાળવણી કરવામાં આવી ? જય જલારામ ઈન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટીશ્રી દિક્ષિત પટેલ, અમદાવાદ થી દિલ્હી ૧૨મી માર્ચ કોને મળવા માટે ગયા હતા ? શું આ એક દિવસની દિલ્હી મુલાકાત ક્યા ક્યા વિશેષ વ્યક્તિઓ સાથે મીટીંગ કરી ? કારણ કે તા. ૧૬મી માર્ચ NEETનું રજિસ્ટ્રેશન બંધ કરવામાં આવ્યું અને પાછળ થી ખાસ કિસ્સામાં ૯મી એપ્રિલના રોજ વિન્ડો ખોલવામાં આવી હતી જેમાં માત્ર એકજ દિવસમાં ૨૪,૨૪૬ જેટલા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું આ પૈકીના કેટલા વિદ્યાર્થીઓ NEETમાં ટોપર થયા ? કેટલા ક્વોલીફાઈડ થયા ? NEET પરીક્ષાના દશ દિવસ પહેલા એટલે કે તા. ૨૫-૪-૨૦૨૪ ના રોજ વડોદરા થી દિલ્હી ખાસ એક દિવસ માટે દિલ્હીમાં ક્યા મહાનુભાવોને મળવા ગયા હતા ? ક્યા અધિકારી-પદાધિકારી સાથે વિશેષ બેઠક કરી ? આ બન્ને વિશેષ મુલાકાત અંગે પણ તટસ્થ તપાસ થવી જોઈએ કારણ કે ગોધરાની જય જલારામ ઈન્ટરનેશનલ સ્કુલ જ્યાં NEET કૌભાંડ થયું ત્યાંના સેન્ટર ઈન્ચાર્જ અને વડોદરાની એજન્સીની પણ સાંઠગાંઠ સામે આવી છે.ચોકકસ પરીક્ષાર્થીઓને પસંદગીના નાના સેન્ટરોના પરીક્ષા કેન્દ્રોની ફાળવણી નેશનલ ટેસ્ટીંગ એજન્સી (NTA) ની સાંઠગાંઠ વગર શક્ય બને નહીં. તે તપાસનો વિષય છે. એવા કિસ્સા ધ્યાને આવ્યા છે કે પ્રથમ પ્રયાસમાં બે-ત્રણ લાખ જેવો રેન્ક મેળવનારા પરીક્ષાર્થીઓએ બીજા પ્રયાસમાં ૮૦૦૦ કે ૧૩૦૦૦ જેવો રેન્ક હાંસલ કરી લીધો હવે એટલું જ નહીં. પસંદગીના નાના સેન્ટરોમાંથી જ પરીક્ષા આપીને આ અસામાન્ય દેખાવ કર્યો હતો. પરીક્ષાર્થીઓને પસંદગીના સેન્ટર મળવાની ઘટના પણ તપાસનો વિષય છે. નીટની પરીક્ષા માટે અરજી કરવામાં આવે ત્યારે પરીક્ષાર્થીઓને પસંદગીના બે સેન્ટર પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવે છે.

એજન્ટો સાથે સાંઠગાંઠ ધરાવતા પરીક્ષાર્થીના ફોર્મ પણ એજન્ટો જ ભરે છે અને પરીક્ષાના વતનથી ઘણાં દુર – અંતરીયાળ – નાના સેન્ટર પસંદ કરે છે. સારો રેન્ક મળી જવાની ખાતરી આપે છે. જેમાં લાખો રૂપિયાની ગોઠવણો થવાનું સામે આવ્યું છે. નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા કોમ્પ્યુટર આધારિત રેન્ડમ પધ્ધતિ જ અપનાવવામાં આવતી હોય છે. કોમ્પ્યુટર આધારિત પ્રક્રિયા જ અપનાવવામાં આવતી હોય છે. કોમ્પ્યુટર આધારિત પ્રક્રિયા હોય તો વિદ્યાર્થીઓને ચોક્કસ કેન્દ્રો કેવી રીતે મળી શકે તે ગંભીર સવાલ છે.

સમગ્ર દેશમાં વિદ્યાર્થી-વાલીઓ અને કોંગ્રેસ પક્ષ દ્વારા વ્યાપક જનઆંદોલન બાદ કેન્દ્ર સરકારે નીટની પરીક્ષાના વિવાદ વચ્ચે સમગ્ર તપાસ સીબીઆઈને સોંપી દેવામાં આવી છે. આ સમગ્ર કૌભાંડમાં ગુજરાત, બિહાર તથા ઝારખંડના કનેકશન ખુલ્યા જ છે. પરીક્ષા સેન્ટર, ખાનગી કોચીંગ કલાસ અને પેપરલીક કરનારાઓની સાથે વિદ્યાર્થીઓની ચોકાવનારી સાંઠગાંઠ સામે આવી છે. ચોક્કસ પરીક્ષાર્થીઓને એમ કહેવામાં આવ્યું હતું કે, ‘પરીક્ષાના પેપરમાં જેટલા પ્રશ્નોના જવાબ આવડતા હોય તેટલા લખવા, બાકીના પ્રશ્નો કોરા રાખી દેવા પરીક્ષા પૂર્ણ થયા બાદ પેપર પેક કરવા માટે અર્ધી કલાકનો સમય હોય છે અને તે દરમ્યાન પરીક્ષા કેન્દ્રના ડેપ્યુટી સુપ્રીટેન્ડેન્ટ દ્વારા પરીક્ષાઓ નહીં આવડેલા સવાલના જવાબ લખી દેવાની ગોઠવણ થઈ હતી. પરીક્ષા પૂર્ણ થયા બાદ તુર્ત આન્સર કી જાહેર થઈ તી હોય છે અને તે પહોંચાડવાની જવાબદાર કોચીંગ કલાસ સંચાલકોએ ઉપાડી હતી. નિષ્ણાંતોના માનવા પ્રમાણે નીટનો આ ગોટાળો કોઈ એક સેન્ટર કે રાજયના બદલે રાષ્ટ્રવ્યાપી હોવાનું એક પછી એક તપાસમાં સામે આવી રહ્યું છે ત્યારે NEET ની પરીક્ષામાં થયેલ ગેરરીતિ-ગોલમાલની સંપૂર્ણ તપાસ કરવામાં આવે જેથી મહેનત કરનાર ગરીબ-સામાન્ય-મધ્યમવર્ગના વિદ્યાર્થીઓને ન્યાય મળે અને કૌભાંડ કરનારાઓને કડકમાં કડક સજા થાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com