મૂળ ગુજરાતના સુરતમાં મુખ્યાલય ધરાવતી અને બિહારમાં ઘણે ઠેકાણે બ્રાન્ચ ધરાવતી એક મોટી કંપનીનો જોબ અને રેપ કાંડ સામે આવ્યો છે. છોકરીઓને નોકરીનું વચન આપીને તેમનું યૌન શૌષણ કરતી અને માનસિક યાતનાઓ પણ આપતી હોવાનો ખુલાસો કરતાં હડકંપ મચ્યો છે.બિહારમાં ડીબીઆર યુનિક નેટવર્કિંગ કંપનીમાં છોકરીઓ સાથે હેવાનિયતનો વધુ એક ચોંકાવનારો ઘટસ્ફોટ સામે આવ્યો છે.
કંપનીમાં કામ કરતી યુવતીઓને ઊંઘની ગોળીઓ ખવડાવીને રાત્રે બળાત્કાર ગુજારવામાં આવતો હતો. સવારે તે જાગતી ત્યારે તેમના કપડાં ખુલ્લાં મળતાં હતા અને શરીરમાં દુખાવો થતો હતો. કંપનીમાંથી ભાગી ગયેલી 12 છોકરીઓએ રેલવે પોલીસના કાઉન્સેલિંગમાં પોતાની સાથે બનેલી ખૌફનાક ઘટનાની વિગતો આપી છે.ડીબીઆર યુનિક નેટવર્કિંગ કંપનીનું મુખ્યાલય સુરતમાં આવેલું છે અને બિહારમાં ઘણે ઠેકાણે તેની બ્રાન્ચ આવેલી છે.
મુઝફ્ફરપુર સિટી એસપી અવધેશ દીક્ષિતે કહ્યું કે અત્યાર સુધી અમે બે લોકોની ધરપકડ કરી છે તિલક કુમાર સિંહ, જેનું નામ FIRમાં છે અને અજય પ્રતાપ, જેમનું નામ FIRમાં નથી, આ બંને સુરત મુખ્ય મથક ધરાવતી કંપની DBR યુનિકના કર્મચારી છે. તિલકની રેપમાં આરોપમાં ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અજય પ્રતાપને મુઝફ્ફરપુરમાં ડીબીઆર યુનિકની ઓફિસમાં એક છોકરીને મારવા બદલ પકડવામાં આવ્યો છે.